• Gujarati News
  • સૌરાષ્ટ્રમાં કોલસાનો કાળો કારોબાર ચલાવતો મુખ્ય સુત્રધાર રાજકોટનો ?

સૌરાષ્ટ્રમાં કોલસાનો કાળો કારોબાર ચલાવતો મુખ્ય સુત્રધાર રાજકોટનો ?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલા-જાફરાબાદપંથકમાં ઉદ્યોગોમાં હલકી ગુણવત્તાનો કોલસો ઘુસેડવાનું રાજકીય ઓથ તળે મસમોટુ કૌભાંડ ચાલી રહ્યુ છે. બે દિવસ પહેલા જાફરાબાદ તાલુકાના શેલણા ગામેથી ચાર ટ્રક ભરાઇ તેટલો બિનહિસાબી કોલસો મળી આવ્યો હતો. દરમીયાન પ્રકારના કોલસાનો સમગ્ર કાળો કારોબાર રાજકોટથી ચાલતો હોવાનું કહેવાય છે. પીપાવાવમાં થાઇલેન્ડથી આવતા ઉચ્ચ ગુણવત્તાના કોલસામાં થાનથી આવતો નબળી ગુણવત્તાનો કોલસો ભેળવી ઉદ્યોગોમાં વેંચી તગડો નફો તારવી લેવાઇ છે. બે નંબરના ધંધામાં પોલીસ સહિત સૌ કોઇના હાથ કાળા છે.

જાફરાબાદના શેલણામાંથી બિનહિસાબી કોલસો ઝડપાયા બાદ અમરેલી જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુણવત્તાયુક્ત કોલસામાં હલકા કોલસાની ભેળસેળ કરી તેને ઉચ્ચગુણવત્તાવાળા કોલસાના કામે સપ્લાય કરવાનું નેટવર્ક ફરી ચર્ચામાં આવ્યુ છે. કૌભાંડ સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ફેલાયેલુ છે. જેનું સંચાલન રાજકોટના એક શખ્સ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. પીપાવાવ પંથકમાં ચાલતા કૌભાંડમાં પણ શખ્સની સંડોવણી હોવાનું કહેવાય છે. શખ્સનું નેટવર્ક પીપાવાવ ઉપરાંત પોરબંદર અને સુરેન્દ્રનગર પંથકમાં પથરાયેલુ છે. સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસાનો વપરાશ વધુ છે. કોલસો વિદેશમાંથી ઇમ્પોર્ટ થાય છે. પરંતુ કૌભાંડી તત્વો જુદા જુદા પોર્ટ પરથી કોલસો ઉદ્યોગોમાં પહોંચાડતી વખતે રસ્તામાં તેમાં ભેળસેળ કરે છે અને તગડો નફો તારવી લે છે. કૌભાંડમાં જે તે ઉદ્યોગોનો સ્ટાફ ઉપરાંત પોલીસ સહિતનું તંત્ર પણ સંડોવાયેલુ હોવાનું કહેવાય છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર નેટવર્કનો મુખ્ય સુત્રધાર એવા રાજકોટના શખ્સની રાજકીય પહોચ પણ ઉંચી હોવાનું કહેવાય છે.ટ્રકનું ભાડુ 20 હજાર સુધીબે નંબરનો ધંધો હોય, નિયમ મુજબ ધંધો કરનાર ટ્રક ચાલકો તેમાં પડતા નથી. જેને પગલે ઉલાળ ધરાર વગરના ટ્રક ચાલકો ધંધામાં ઝંપલાવે છે.

મુખ્ય સુત્રધારની રાજુલામાં અવર જવર

કોલસાકૌભાંડનું નેટવર્ક ચલાવનાર રાજકોટના કથીત શખ્સ દ્વારા અવાર નવાર રાજુલાની મુલાકાત લેવામાં આવે છે.

કંપનીનાસ્ટાફની પણ સંડોવણી ?

ભેળસેળયુક્તકોલસો જુદા જુદા ઉદ્યોગોમાં જાય છે. ત્યારે સ્વાભાવિક રીતે ઉદ્યોગોમાં સંકળાયેલા સ્ટાફની પણ સંડોવણી તેમાં હોવાની સ્ટાફ અને સિક્યોરીટીની નઝર વગર નબળો કોલસો અંદર કઇ રીતે જઇ શકે અને ગુણવત્તાની ચકાસણી કેમ નહી થતી હોય તેવો પ્રશ્ન ઉભો થયો છે.

અમરેલીનાપોલીસ અધિકારી કોણ ?

એવુંકહેવાય છે કે અમરેલીના એક પોલીસ અધિકારીએ શેલણાના કોલસા પ્રકરણમાં સ્ટાફ પર દબાણ લાવવા માટે ખુબ ફોન કર્યા હતાં. પરંતુ આઇજીની ટુકડી ત્રાટકી હોય તેમની કારી ફાવી હતી. અધિકારી અવાર નવાર ગેરકાયદે ધંધામાં ચોક્કસ હેતુ સાથે દરોડા પાડવા જતા હોવાનું કહેવાય છે.

થાઇલેન્ડથીઆવતા કોલસામાં ભેળસેળ

સુત્રોમાંથીજાણવા મળતી વિગત અનુસાર ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોલસો થાઇલેન્ડથી આવે છે. ખુબ ઝડપથી સળગતો હોય ઉદ્યોગોમાં મોટી માંગ છે. કોલસો રૂા. 6 હજાર પ્રતિ ટનના ભાવે આવે છે. તેની સાથે રૂા. 500 પ્રતિ ટનની કિંમતના સ્થાનિક કોલસાની ભેળસેળ કરાઇ છે.

અગાઉવડ-ડુંગરમાં ચાલતુ હતુ કૌભાંડ

કોલસાકૌભાંડમાં સંડોવાયેલા શખ્સો દ્વારા અગાઉ ડેડાણમાં પણ આવું કૌભાંડ ચલાવાતુ હતું. ઉપરાંત રાજુલા તાલુકાના વડ ગામે પણ કોલસાનો કાળો કારોબાર ચાલ્યો હતો. જ્યાં ગેરકાયદે વે-બ્રીજ પણ ખડકી દેવાયા હતાં.

6 હજાર પ્રતિ ટન ભાવના કોલસામાં 500નો હલકો કોલસો ભેળવી ઉદ્યોગોને ધાબડવાનું કૌભાંડ