• Gujarati News
  • 130 વર્ષપહેલાં આજના દિવસે લૂઈ પાશ્ચરે 9 વર્ષના બાળક જોસેફ

130 વર્ષપહેલાં આજના દિવસે લૂઈ પાશ્ચરે 9 વર્ષના બાળક જોસેફ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
130 વર્ષપહેલાં આજના દિવસે લૂઈ પાશ્ચરે 9 વર્ષના બાળક જોસેફ મેસ્ટરને હડકવાની રસી લગાવી હતી. તે પહેલી વ્યક્તિ હતી કે જેને હડકવાની રસી મૂકવામાં આવી હતી. 1990 સુધી લૂઈ પાશ્ચરની લેબોરેટરીમાં રસીનું નિર્માણ થતું હતું. લૂઈ અને તેમના સાથીઓએ સૌથી પહેલા હડકવાગ્રસ્ત સસલામાંથી રસીનું નિર્માણ કર્યું હતું. સસલાની કરોડરજ્જુમાંથી હાડકું કાઢી લાંબા સમય સુધી સૂકવવામાં આવ્યું હતું. જ્યાં સુધી તેમાંથી હડકવાની અસર નીકળી નહીં ત્યાં સુધી તેને રાખવામાં આવ્યું હતું. જટિલ પ્રક્રિયા પછી જે રસી બની તે નબળા વાયરસમાંથી મજબુત વાયરસની એક શ્રેણીના રૂપમાં બહાર આવી હતી.

ખાસ:વિશ્વભરમાં 60,000 મોત હડકવાને કારણે થાય છે. જેનામાંથી 95 ટકા આફ્રિકી અને એશિયન દેશોમાં હોય છે.

130 વર્ષ પહેલા લૂઈ પાશ્ચર દર્દીને પ્રથમ વખત હડકવાની રસી લગાવી હતી