- Gujarati News
- પ્રેરણાસ્પદ જીવંત ઉદાહરણ બાળકોને લક્ષ્ય પૂરું પાડે છે
પ્રેરણાસ્પદ જીવંત ઉદાહરણ બાળકોને લક્ષ્ય પૂરું પાડે છે
થ્યમંગલમ તમિલનાડુમાં આવેલી નિલગીરી પર્વતમાળામાં આવેલું એક નાનકડું ગામડું છે. અહીં તે સમતળ જમીન પર નહીં પરંતુ પર્વતીય ઢોળાવો પર વસેલું છે. ગામની બરાબર વચ્ચેથી ભવાની નદી પસાર થાય છે અને તેની બંને બાજુએ ખેતીલાયક જમીન પર ગામનાં શ્રીમંત ખેડુતો ખેતી કરે છે, જ્યારે બાકીના લોકો ત્યાં ખેતમજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઉપરાંત પશુપાલન પણ અહીં એક ઉદ્યોગ છે. ગામની માત્ર 40 હજારની વસ્તી છે. વનમથી ચેન્નિયપ્પન નવરાશની પળોમાં પોતાની ભેંશની પીઢ પર બેસીને પોતાનાં પશુઓને ચરાવવા લઈ જવાનું અને તેમનું ધ્યાન રાખવાનું કામ કરે છે. ભેંશ પર બેસીને તે જ્યારે ચારેય બાજુએ નજર રાખતી હોય છે ત્યારે એક દિવસ તેને અહેસાસ થાય છે કે તે પશુઓ અને ત્યાં ફરતા લોકોને આદેશ આપવાની સત્તા ધરાવે છે. તેના મગજમાં વિચાર તેમને ત્યાં આવેલી કલેક્ટરને જોઈને આવ્યો હતો. એક દિવસ જિલ્લા કલેક્ટર તેમના ગામના પાદરે આવ્યા હતા ત્યારે તે પોતાની ભેંશની પીઠ પર બેઠી-બેઠી દૂર પર્વત પરથી જોઈ રહી હતી. લેડી કલેક્ટરનો એક પગ કારના અંદર અને એક પગ જમીન પર હતો અને તે પોતાનાં હાથ નીચેના કર્મચારીઓને વિવિધ આદેશ આપી રહી હતી. વાતની ઊંડી અસર વનમથીના મગજ પર થઈ. જોકે, તેણે જ્યારે 12મું ધોરણ પાસ કર્યું ત્યારે ગામના લોકોએ તેના પિતાને તેનાં લગ્ન કરી દેવાની સલાહ આપી. પરંતુ તે તો લેડી કલેક્ટર બનવા માગતી હતી. તે પોતાના પરિવાર, સમાજ અને વિશાળ સમુદાયની ભલાઈ માટે નિર્ણયો લેવા માગતી હતી. આથી તેના પિતાએ જ્યારે લગ્ન માટે દબાણ નાખ્યું તો તેણે તેનો ઇનકાર કરી દીધો અને તેણે વધુ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. હવે, આપણે વર્ષ 2015માં આવીએ. તમિલ મિડિયમમાં ભણેલી વનમથી, કે જેનો પરિવાર પશુપાલન કરીને ગુજરાન કરે છે, તેણે વર્ષ 2014માં લેવાયેલી યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે અને 152મો રેન્ક હાંસલ કર્યો છે. તેની સાથે ચારુશ્રી થાઈગરાજન કે જેણે સમગ્ર ભારતમાં છઠ્ઠો રેન્ક હાંસલ કર્યો છે, તેણે ઈન્ડિયન રેવેન્યુ સર્વિસિસની પરીક્ષા ઠુકરાવી દઈને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જોઈન કરવાનો નિર્ણય લીધો છે, તે પણ વનમથીના ગામથી માત્ર 70 કિમી દૂર આવેલા ગામડાની છે.
ફંડા છે, જો તમે બાળકોને પ્રેરણા આપે એવા જીવંત ઉદાહરમ દેખાડો છો તો તેઓ પોતાનાં જીવનનું ધ્યેય નક્કી કરી લે એના વધુ સારા ચાન્સ છે. એક વાલી તરીકે તમારી ફરજ છે કે તમે તેમને એવા અસંખ્ય જીવંત ઉદાહરણ દેખાડો, જે તેમના મગજ પર સીધી અસર કરી શકે છે.
AcyW. TpWZTW¥WyW
raghu@bhaskarnet.com