તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મ.પ્ર.માં વિદ્યાર્થીઓ ‘યસ સર’ની જગ્યાએ ‘જયહિંદ સર’ બોલશે

મ.પ્ર.માં વિદ્યાર્થીઓ ‘યસ સર’ની જગ્યાએ ‘જયહિંદ સર’ બોલશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશનાબધા એક લાખ 22 હજાર સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ હવે ‘યસ સર- યસ મેડમ’ના બદલે ‘જયહિન્દ સર’ - ‘જયહિન્દ મેડમ’ બોલશે. સ્કૂલ શિક્ષણ મંત્રી કુંવર વિજય શાહે શૌર્યસ્મારકમાં 69મા એનસીસી દિવસ પર જાહેરાત કરી.

તેમણે કહ્યું કે ખાનગી સ્કૂલોને પણ સંબંધમાં એડવાઈઝરી જાહેર કરાશે. સ્કૂલ શિક્ષણમંત્રીએ કહ્યું કે ખંડવામાં એનસીસીની એર વિંગ અને નેવલ વિંગ શરૂ કરાશે. પ્રદેશનાં અન્ય સ્થળોએ પણ એનસીસીની વિંગ્સ શરૂ કરવામાં સરકાર શક્ય બધો સહયોગ કરશે. શાહે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 11 લાખથી વધુ લોકોએ શૌર્ય સ્મારકની મુલાકાત લીધી છે.

મેજર જનરલ એ. કે. સપરાએ એનસીસીની સિદ્ધિઓ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ‘નમામી દેવી નર્મદે’ અભિયાનમાં એનસીસી કેડેટ્સે નર્મદા નદીના તટ પર 40 હજાર છોડની રોપણી કરી છે.

રાજસ્થાન: હોસ્ટેલ્સમાં રાષ્ટ્રગીત ફરજિયાત

જયપુર- રાજસ્થાન સરકારે રાજ્યમાં બધી સરકારી અને સરકારી સહાયથી ચાલતી હોસ્ટેલ્સમાં રાષ્ટ્રગીતનું ગાન ફરજિયાત બનાવ્યું છે. સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રી અરુણ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં ‘રાષ્ટ્રવાદની ભાવના’ વિકસાવવા આદેશ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...