તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રુચિ લુણાગરિયા | સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રુચિ લુણાગરિયા | સુરત

કડોદરામાંયોજાયેલી નરેન્દ્ર મોદીની સભામાં સુરતીઓ ‘હું છું ગુજરાત અને હું છું વિકાસ..!’નાં સૂત્રો લગાવી રહ્યા હતા ત્યારે ટોળાં વચ્ચે 5 વર્ષનો એક છોકરો પણ કાલીઘેલી ભાષામાં સૂત્રો પોકારી રહ્યો હતો. છોકરો નરેન્દ્ર મોદીનો વેષ ધારણ કરીને આવ્યો હતો. જોકે ભીડ અને પ્રોટોકોલને કારણે નરેન્દ્ર મોદીને મળી શક્યો નહોતો. મોદી બનેલા પાંચ વર્ષના રાજવીર ધામેચાનું ઘર શોધી અમે ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે, છોકરાને બ્લડ કૅન્સર છે.

પરવત પાટિયાના હોલસેલ ગાર્મેન્ટના વેપારી પરેશ ધામેચા એમના 5 વર્ષના કૅન્સરગ્રસ્ત પુત્રની નરેન્દ્ર મોદી બનવાની ઇચ્છા હમણાં તો મોદીનો વેશ પહેરાવીને પૂરી કરી રહ્યા છે. રાજવીર કૅન્સરની સારવાર લેવા માટે મુંબઈ જાય છે. ‘દિવ્ય ભાસ્કર’એ રાજવીર સાથે વાત કરી હતી.

રાજવીરે કહ્યું, મમ્મી મને સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુની વાર્તા કરતી અને પપ્પા ટીવી-મોબાઇલમાં નરેન્દ્ર મોદીનાં લેક્ચર સાંભળ્યા કરતા. એક વખક સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટીશન હતી ત્યારે મમ્મીએ મને જવાહરલાલ નેહરુ બનાવ્યો. મેં કહ્યું, ‘મારે નેહરુ નહીં, મોદી બનવું છે અને એમની જેમ ભાષણ આપવું છે.’ મમ્મીએ મને મોદી બનાવ્યો અને મેં ભાષણ આપ્યું. ચાઇલ્ડ ફેસ્ટમાં નરેન્દ્ર મોદી બનવા માટે 3 વાર ઇનામ મળ્યાં છે. હું જેમના જેવો બનવા માગું છું એમને રૂબરૂ મળવા માગું છું. એમની સભામાં ગયો પણ એમને મળી શક્યો. હવે નવસારી જવાના છે ત્યાં પણ હું એમને મળવા માટે જઈશ.

5 વર્ષના રાજવીરને બ્લડ કૅન્સર છે, મોદી એટલા પ્રિય છે કે દરેક સભામાં દાઢી લગાવી પહોંચી જાય છે

અન્ય સમાચારો પણ છે...