• Gujarati News
  • National
  • છોટાઉદેપુર નગરમાં તારીખ 24ના રોજ મોટા પાયે હોળી પહેલા ભંગોરિયાનો

છોટાઉદેપુર નગરમાં તારીખ 24ના રોજ મોટા પાયે હોળી પહેલા ભંગોરિયાનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરમાં તારીખ 24ના રોજ મોટા પાયે હોળી પહેલા ભંગોરિયાનો હાટ ભરાયો હતો. એમાં આસપાસના ગામના આદિવાસીઓ ખરીદી અર્થે આવી ગયા હતા. રામ ઢોલ પીસા કરતારો લઇને જુદા જુદા ગામની ટુકડીઓ આનંદ માણવા આવી પહોંચી હતી. ગોઠીયા, ઓળીયાઆંબા, અંત્રોલી અને બોજગામના આદિવાસીઓ અલગ અલગ પહેરવેશ ધારણ કરીને આવ્યાં હતાં. બપોરના સમયે છોટાઉદેપુર નગર રામઢોલ પીસાના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. પુરૂષો અને મહિલાઓ એક તાલે નાચી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...