• Gujarati News
  • National
  • 45 વર્ષ લોહી તરસ્યા રહ્યા, 6 મોત, ભેટ માંગી બહેનોએ સુમેળ કરાવ્યો

45 વર્ષ લોહી તરસ્યા રહ્યા, 6 મોત, ભેટ માંગી બહેનોએ સુમેળ કરાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભિંડમાં ચિમ્મન સિંહ અને લાલજી સિંહ વચ્ચે 45 વર્ષ પહેલા જમીન અંગે વિવાદ થયો. બંને પક્ષો વચ્ચે આ જમીન વિવાદે એટલી કડવાશ પેદા કરી દીધી કે આ વર્ષોમાં છની હત્યા થઈ ગઈ. વિવાદ ખતમ થવાનું નામ લેતો નહોતો. ગયા વર્ષે રક્ષાબંધન પહેલા પોલીસ-તંત્રે આ બંને પરીવારોને દુશ્મની ખતમ કરવા અંગે વાતચીત કરી. અંતે બંને પક્ષોની મહિલાઓ એ વાત પર રાજી થઈ ગઈ. બંને પરીવારોના પુરુષ જેલમાં હતા. બંને પક્ષોએ નિર્ણય કર્યો કે રક્ષાબંધનના દિવસે બંને પરીવારોની પુત્રીઓ તેમના-તેમના ભાઈઓને રાખડી બાંધવા જેલમાં જશે અને ત્યાં ભેટ સ્વરૂપે સમજૂતી માગશે. જેવો નિર્ણય થયો હતો, બંને પરીવારોની પુત્રીઓએ એવું જ કર્યું અને સફળ થઈ.

બહેનોએ જેલમાં તેમના ભાઈ સામે શરત રાખી કે તે રાખડી ત્યારે જ બાંધશે ત્યારે બંને પરિવારની કડવાશ ખતમ થઈ જશે. બહેનોની આ શરતે ભાઈઓને હચમચાવી મૂક્યા, પરંતુ જેલમાં બંધ બંને પક્ષોના પુરુષોએ બહેનોને નિરાશ ન કર્યા. આ બંને પક્ષોના લોકોએ ગળે ભેટીને દુશ્મનાવટનો અંત આણ્યો.

અન્ય સમાચારો પણ છે...