તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હરિયાણાની ખાપ પંચાયતનો લગ્નોમાં દેખાડા પર પ્રતિબંધ

હરિયાણાની ખાપ પંચાયતનો લગ્નોમાં દેખાડા પર પ્રતિબંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિયેનામાં ક્રિસમસ માર્કેટ રોશનીથી ઝળહળ્યું, વિન્ટર હૅટ અને ટોયઝનું આકર્ષણ

પોતાનીસુંદરતા અને સ્માર્ટનેસ દ્વારા કરોડો ભારતીયોનું દિલ જીતનારી મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે હવે વધુ એક કમાલ કરી છે. માનુષીની સમજદારીથી પ્રેરાઇને હરિયાણાની ખાપ પંચાયતે પણ માનસિકતા બદલી છે. માનુષીના પૈતૃક ગામ બામદોલીની ખાપ પંચાયતે માનુષીના માનમાં કેટલીક બિનજરૂરી પરંપરાઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. 20 વર્ષીય માનુષીએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ હરિયાણા-દિલ્હીના 11 ગામની છિલ્લર-છીકારા ખાપે લગ્નોમાં ગોળીઓ ચલાવવા પર પ્રતિબંધની ઘોષણા કરી. ઉપરાંત લગ્નોમાં ઊંચા અવાજે ડીજે વગાડવા પર પણ ખાપ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે.

ખાપ પંચાયતના નિર્ણયો અંગે પ્રતિક્રિયા આપતાં માનુષીએ કહ્યું કે હું પરિવર્તનથી ખુશ છું. મને વાતનો આનંદ છે કે હું મિસ વર્લ્ડ બન્યા બાદ ખાપ પંચાયતે લગ્નોમાં થતા ફાયરિંગ પર પ્રતિબંધ લાદયો. ખાપના નિર્ણયોની ઘોષણા દિલ્હીના નિઝામપુર અને ઝજ્જરના કહનોદ ગામમાં મળેલી મહાપંચાયત બાદ લેવાયો.

કહનોદ ગામના ગુલાબસિંહ છીકારાએ કહ્યું કે મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં માનુષીની જીત ખાપ પંચાયત માટે ગૌરવની વાત છે. પળે અમે સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા માગીએ છીએ. નિર્ણયોથી લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં થતા ફાલતુ ખર્ચ પર રોક લાગશે. છિલ્લર ખાપના વડા બસ્તી રામે જણાવ્યું કે નિર્ણયોથી ખાપનો પ્રગતિશીલ ચહેરો સામે આવશે.

ચીનના હૈનિંગ શહેરમાં બુકશેલ્ફના શેપમાં બનેલું બિલ્ડિંગ બધાને ખૂબ પસંદ પડી રહ્યું છે. 20 મીટરની ઊંચાઇ ધરાવતા બિલ્ડિંગની એક દીવાલ પર પુસ્તકો ગોઠવાયેલા છે અને બીજી દીવાલ પર છોડ લગાવાયા છે. દરેક પુસ્તક 2 મીટર ઊંચું બનાવાયું છે.

પહેલી નજરે લાઇબ્રેરી કે ગાર્ડન લાગે, પણ છે બિલ્ડિંગ

માનુષી મિસ વર્લ્ડ બની તેની અસર

અમેરિકી આર્ટિસ્ટ લી મોરાએ તેમની ડિજિટલ આર્ટ દ્વારા એવી કલાકારી કરી છે કે જોનારા દંગ રહી જાય છે. તેમનું આર્ટવર્ક ‘ડ્રીમિંગ ઑફ હૉલેન્ડ’ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે, જેમાં તેમણે એક ચહેરા પર છોડ ઉગાડવાની કલા બતાવી છે.

ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં સિટી હૉલ સામે દર વર્ષની માફક વર્ષે પણ ક્રિસમસ માર્કેટ ભરાયું છે. સ્થાનિક લોકોમાં ક્રિસમસની ખરીદી માટે તે જાણીતું છે. અહીં ક્રિસમસ સેલિબ્રેશન માટે મળતી વસ્તુઓમાં પણ ઘણું વૈવિધ્ય છે. ક્રિસમસ ડેકોરેશન માટેની ચીજો ઉપરાંત અહીં વિન્ટર હૅટ અને ટોયઝની શૉપ્સ પણ છે. ક્રિસમસ નિમિત્તે સમગ્ર વિએનામાં સત્તાવાર રીતે રોશની કરવામાં આવે છે. મંગળવારથી આખું વિયેના રોશનીથી ઝગમગી ઊઠ્યું છે.

અન્ય સમાચારો પણ છે...