• Gujarati News
  • National
  • ભાજપે રણનીતિ બદલી, ઢંઢેરો નહીં, વિઝન દસ્તાવેજ લાવશે

ભાજપે રણનીતિ બદલી, ઢંઢેરો નહીં, વિઝન દસ્તાવેજ લાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનીચૂંટણીના મુદ્દે આંતરિક ફિડબૅક અને સર્વેક્ષણે ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. ભાજપ નિર્ધારિત રણનીતિ હેઠળ 28 નવેમ્બરે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવાનો હતો, પરંતુ હવે ભાજપે રણનીતિ બદલી છે. મૅનિફિસ્ટો જાહેર કરવાને બદલે બુધવારે અથવા 2-3 દિવસમાં વિઝન દસ્તાવેજ પ્રસિદ્ધ કરવાનું વિચારી રહ્યો છે. વિઝન દસ્તાવેજ પર વડા પ્રધાન મંજૂરીની મહોર મારશે, જો તેઓ મંજૂરી આપે તો શક્યત: ચૂંટણી ઢંઢેરો કે વિઝન દસ્તાવેજ વિના ચૂંટણીજંગ લડશે.

લોભામણાં વચનો, વિકાસના એજન્ડાની વાત હશે, તો વિપક્ષ ભાજપના 22 વર્ષમાં સત્તામાં હોવાની દલીલ કરીને ઘેરેબંધી કરી શકે છે. બીજી તરફ કૉંગ્રેસે જે રીતે ગુજરાતમાં પાટીદારોને 49 ટકાની મર્યાદામાં અનામત આપવાની, પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રૂપિયા ઘટાડવાની, અલ્પસંખ્યક પંચની રચના, યુનિવર્સલ હૅલ્થ કાર્ડ આપવા જેવાં લલચામણાં વચનો આપ્યાં છે. રીતે ભાજપે ઘડેલી રણનીતિ અનુસાર ઢંઢેરાનો વિચાર પડતો મૂકી વિઝન દસ્તાવેજ પ્રસિદ્ધ કરવાનો વિચાર કર્યો છે.

24 એપ્રિલ, 2015એ ચૂંટણી પંચે ઢંઢેરાની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી હતી. દક્ષિણ ભારતમાં ટીવી, સોનાની ચેઇન આપવાના મુદ્દા ઢંઢેરામાં સમાવાતાં માર્ગદર્શિકા નક્કી કરાઈ હતી.

ભાજપે લોકસભા ચૂંટણીમાં ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો હતો, પરંતુ 5 વર્ષમાં વચનો પૂરાં કરી શકાય તેમ હોવાની અનુભૂતિ થતાં 2014માં હરિયાણા-મહારાષ્ટ્રમાં ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો હતો.

} દિશાનિર્દેશઅનુસાર લોક પ્રતિનિધિની કલમ 123 હેઠળ વચનને ભ્રષ્ટ આચરણ માની શકાતું નથી.

}બંધારણમાંસમાવિષ્ટ આદર્શો અને સિદ્ધાંતોથી પ્રતિકૂળ બાબતોનો ઢંઢેરામાં સમાવેશ કરી શકાતો નથી.

}ચૂંટણીનીપવિત્રતાને ભ્રષ્ટ કરતાં વચનો પક્ષોએ આપવાં જોઈએ.

}વચનોતર્કની કસોટી પર હોય અને તે માટે જરૂરી અર્થસંસાધનોને પણ સ્પષ્ટ કરવાં જોઈએ. જે વચનો પાળી શકાય, તેના પરથી મતદારો પાસે સમર્થન માગવું જોઈએ.

} ડિસેમ્બર,2014માં થયેલી જમ્મુ-કાશ્મીર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં વિઝન દસ્તાવેજ પ્રસિદ્ધ કર્યો હતો.

}દિલ્હીવિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઢંઢેરા સામે ભાજપે 3 ફેબ્રુઆરી, 2015એ વિઝન દસ્તાવેજ પ્રસિદ્ધ કર્યો હતો.

}મે,2016માં આસામની ચૂંટણીમાં પણ ભાજપે વિઝન દસ્તાવેજ રજૂ કર્યો હતો.

}ફેબ્રુઆરી-માર્ચ,2017ની ચૂૂંટણીમાં ભાજપે ઉત્તરાખંડમાં વિઝન દસ્તાવેજ રજૂ કર્યા હતા અને હવે ગુજરાતમાં પણ વિઝન દસ્તાવેજ રજૂ કરશે.

ચૂંટણી ઢંઢેરા વિશે ચૂંટણી પંચે આપેલા નિર્દેશો

2014 પછી ભાજપે વિઝન દસ્તાવેજ પ્રસિદ્ધ કર્યો છે

રાજકીય પક્ષો સત્તા મેળવ્યા પછી 5 વર્ષમાં કયાં કયાં કામ કરશે, તેનો એક એજન્ડા રજૂ કરે છે, તેને ચૂંટણી ઢંઢેરો કહેવાય છે. તેમાં લલચામણાં વચનો, યોજનાઓનો સમાવેશ હોય છે. વિઝન દસ્તાવેજમાં 5 વર્ષની સમયમર્યાદા નથી હોતી. એટલું નહીં, રાજ્ય માટે પક્ષનો પોતાનો વિચાર શો છે અને તે શું કરવા ઇચ્છે છે, તેની ચર્ચા હોય છે.

ભાજપને કૉંગ્રેસની ઘેરાબંધીનો વિરોધ પણ સતાવી રહ્યો છે

લોકસભા ચૂંટણીમાં કડવા અનુભવ પછી 6 રાજ્યમાં મૅનિફિસ્ટો નહોતો

ચૂંટણી ઢંઢેરો અને વિઝન દસ્તાવેજમાં તફાવત શું?

અન્ય સમાચારો પણ છે...