• Gujarati News
  • National
  • બાબરાનાં કલોરણા ગામે વૃદ્ધાનું પડી જવાથી મોત

બાબરાનાં કલોરણા ગામે વૃદ્ધાનું પડી જવાથી મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાડીનાં પાળા ઉપરથી લપસી જતા બનાવ બન્યો

બાબરાનાકલોરણામાં રહેતા વૃધ્ધા પોતાની વાડીએ હતા દરમિયાન પાળા પરથી પગ લપસી જતા પડી ગયા હતા. જેથી વૃધ્ધાને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નિપજ્યુ હતુ. બારામાં બાબરા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.વૃધ્ધા પડી જવાની વિગતો એવા પ્રકારની છે કે, બાબરા તાલુકાના કલોરણા ગામમાં રહેતા રાજીબેન સાર્દુલભાઇ ડાભી (ઉ.વ.65) નામની વૃધ્ધા ગત તા.29ના રોજ પોતાની વાડીએ હતા. દરમિયાન અહી વૃધ્ધા પાળા પરથી ચાલીને જઇ રહ્યા હતા. જ્યા પાળા પરથી વૃધ્ધાનો પગ લપસી જતા અકસ્માતે પડી ગયા હતા. આથી વૃધ્ધને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દિવસની સારવાર લીધા બાદ ગઇકાલે વૃધ્ધાએ દમ તોડ્યો હતો. બારામાં ધીરૂભાઇ સાર્દુલભાઇ ડાભીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...