તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અકરાંતિયાની જેમ ખાતા યુસુફનું વજન 120 કિલો છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકરાંતિયાની જેમ ખાતા યુસુફનું વજન 120 કિલો છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાતવર્ષના મોહમ્મદ યુસુફનું વજન પોતાની વયનાં અન્ય બાળકો કરતાં ચાર ગણું વધારે છે. 120 કિલો વજન ધરાવતા મોહમ્મદની પાછલા દિવસોમાં વજન ઘટાડવા માટે એક સર્જરી થઇ હતી. જેમાં તેના પેટનો 75 ટકા ભાગ કાપી નાખવામાં આવ્યો હતો. હવે તબીબોને આશા છે કે એક વર્ષમાં તેનું વજન અડધા કરતાં પણ ઓછું થઇ જશે. હકીકતમાં મોહમ્મદ યુસુફ પ્રેડર વિલી સિન્ડ્રોમનો શિકાર છે અને પ્રકારના સિન્ડ્રોમથી પીડાતા લોકોનું મેટાબોલિઝમ સ્લો હોય છે અને તેમને ભૂખ પણ વધારે લાગે છે, જેને કારણે તેઓ આખું જીવન મેદસ્વિતાનો શિકાર રહે છે. તેની માતા રાબિયાના અનુસાર જન્મના સમયે તે સામાન્ય બાળકોની જેમ નોર્મલ હતો. પણ ત્રણ મહિનાની અંદર તેનું વજન એકાએક વધવા લાગ્યું હતું. તે જે કંઇ પણ ખાવાની ડિમાન્ડ કરતો હતો અમે તેને પ્રેમથી ખવડાવતા હતા. ચાર વર્ષની વયે તેનું વજન 75 કિલો થયું હતું. તેના તબીબના અનુસાર તેમણે મોહમ્મદની ગેસ્ટ્રીક સ્લીવ સર્જરી કરી છે. તેમાં સર્જરી મારફત પેટની સાઇઝ ઘટાડવામાં આવે છે. અમે આશા કરીએ છીએ કે હવે તેનું વજન ઘટશે. એક સમયે જે મોહમ્મદ દિવસમાં 10 રોટલી, ત્રણ પ્લેટ ભાત, બે લીટર દૂધ અને અઢળક ચોકલેટ તેમજ આઈસ્ક્રીમ ખાઈ જતો હતો. તેના ભોજન પર હવે નિયંત્રણ આવ્યું છે. મોહમ્મદને હાલ લીકવીડ ડાયટ પર રાખવામાં આ‌વ્યો છે. જેથી તેનું વજન ઘટી જાય. તેને અઠવાડિયા સુધી પ્રવાહી ભોજન આપવામાં આવશે.

અઠવાડિયા પ્રવાહી ભોજન અપાશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો