તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સુન્ની બોર્ડે સિબ્બલને સુપ્રીમમાં ચર્ચાની મંજૂરી આપી હતી, સહમતી સ્લિપમાં તેના વકીલની સહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુન્ની બોર્ડે સિબ્બલને સુપ્રીમમાં ચર્ચાની મંજૂરી આપી હતી, સહમતી સ્લિપમાં તેના વકીલની સહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વકીલે કહ્યું ભૂલથી સિબ્બલના નામ આગળ બોર્ડની અરજીનો નંબર લખાયો


અયોધ્યામામલે મંગળવારે વકીલ કપિલ સિબ્બલ તેમની તરફથી સુપ્રીમકોર્ટમાં હાજર થયા હતા. તેને લઈને ગુરુવારે ચર્ચા થતી રહી. ભાસ્કરે એક દિવસ અગાઉ જણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટના રેકોર્ડમાં ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના વકીલ તરીકે સિબ્બલનું પણ નામ છે. તેની પુષ્ટિ સિબ્બલને ચર્ચાની મંજૂરી આપતી બોર્ડની સહમતિ સ્લિપથી થાય છે. સ્લિપ સુન્ની બોર્ડના એડવોકેટ ઓન રેકોર્ડ સૈયદ શાહિદ રિઝવીએ તેમના હસ્તાક્ષર સાથે સુપ્રીમકોર્ટને આપી હતી. રિઝવીએ પોતાના હસ્તાક્ષરની વાત તો સ્વીકારી પરંતુ કહ્યું કે સિબ્બલ વક્ફ બોર્ડના વકીલ નથી. તેમના નામ આગળ સુન્ની બોર્ડનો અરજી નંબર 4192 અને 8096 ભૂલથી લખાઈ ગયો છે. સુન્ની બોર્ડના બીજા એઓઆર શકીલ અહેમદે પણ કહ્યું કે બોર્ડના વકીલ સિબ્બલ નથી, રાજીવ ધવન છે. ઈકબાલ અન્સારીના એઓઆર એમઆર શમશાદે કહ્યું કે સિબ્બલ તેમના વકીલ છે.

હું સુન્ની બોર્ડનો વકીલ નથી, શું મોદી એવું સમજે છે કે CJIએ ખોટો ઓર્ડર લખાવ્યો : સિબ્બલ

વિવાદઅંગે સિબ્બલે સતત બીજા દિવસે સ્પષ્ટતા કરી અને કહ્યું કે ઓર્ડર લખાવતાં પહેલા સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે મને સવાલ કર્યો કે તમે કોની તરફથી હાજર થયા તો મેં મારો પક્ષ રજૂ કર્યો. હું સુન્ની બોર્ડ નહીં, ઈકબાલ અન્સારી તરફથી હાજર થયો હતો. વાત ચીફ જસ્ટિસે પણ ઓર્ડરમાં લખાવી છે. મોદી શું સમજે છે કે ચીફ જસ્ટિસે ખોટો ઓર્ડર લખાવ્યો છે. તે જે પદ પર બેઠા છે તેનું માન રાખી સમજી વિચારીને બોલવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો