તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડોપિંગ : અફઘાનના વિકેટકીપર શહઝાદ પર 1 વર્ષનો પ્રતિબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોપિંગ : અફઘાનના વિકેટકીપર શહઝાદ પર 1 વર્ષનો પ્રતિબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોપિંગ : અફઘાનના વિકેટકીપર શહઝાદ પર 1 વર્ષનો પ્રતિબંધ

દુબઈ| અફઘાનિસ્તાનનાવિકેટકીપર મોહમ્મદ શહઝાદનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા તેના ઉપર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 29 વર્ષનો ખેલાડી અત્યાર સુધી 58 વન-ડે અને 58 ટી-20 મેચ રમ્યો છે. આઈસીસીએ જણાવ્યું હતું કે શહઝાદનો ડોપ ટેસ્ટ વર્ષે 17 જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો. તેના સેમ્પલમાં વાડા દ્વારા પ્રતિબંધિત પદાર્થ ક્લેનબૂટેરોલ મળ્યું હતું. શહઝાદે સ્વિકાર કર્યો છે કે અજાણતા વજન ઘટાડવાની દવા લીધી હતી, જેમાં પદાર્થ સામેલ હતો. આઈસીસીએ કહ્યું હતું કે શહઝાદે પોતાની ભૂલ માની લીધી છે. તેની ઉપર પ્રતિબંધ 17 જાન્યુઆરી 2017થી લાગુ થશે.

રેન્કિંગ: કિદામ્બી શ્રીકાંત ચોથા સ્થાને, લક્ષ્ય સેન ટોપ-100માં

નવીદિલ્હી | ભારતનોબેડમિન્ટન સ્ટાર કિદામ્બી શ્રીકાંત એક સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમાંકે પહોંચી ગયો છે. જ્યારે લક્ષ્ય સેને ટોપ-100માં સ્થાન બનાવી લીધું છે. તે તાજા બીડબલ્યુએફ રેન્કિંગમાં 19 ક્રમાંકની છલાંગ સાથે 89માં નંબરે પહોંચી ગયો છે. 16 વર્ષના લક્ષ્યને સિઝનમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાં સારા પ્રદર્શનનો ફાયદો મળ્યો હતો. તેણે યુરેશિયા બુલ્ગારિયા ઓપન અને ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ટાઇટલ જીત્યા હતા. શ્રીકાંતે સ્નાયૂઓમાં ખેંચાણના કારણે ચાઇના ઓપન અને હોંગકોંગ ઓપનમાં નહીં રમવાનો નિર્ણય કર્યો હતો. અન્ય ખેલાડીઓમાં એચએસ પ્રણોય 10માં અને બી પ્રણિત 17માં સ્થાને યથાવત્ છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધૂ અને સાઈના નેહવાલે અનુક્રમે પોતાનો ત્રીજો અને 10મો ક્રમાંક જાળવી રાખ્યો છે.

રણજી: ગુજરાત-બંગાળનું સમાન પ્રભુત્વ, મુંબઈ સામે વિનયની હેટ્રિક

જયપુર| ગુજરાતઅને બંગાળ વચ્ચે રમાતી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમ દિવસે બંને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળ્યું હતું. અભિમન્યું ઇશવરનની સદી (129) અને અનુસ્તુપ મજુમદારની અડધી સદીની (94) મદદથી બંગાળે પ્રથમ દિવસના અંતે 6 વિકેટ ગુમાવી 261 રન બનાવી લીધા છે. બંગાળે એકસમયે 59 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી અભિમન્યુ અને મજુમદારે પાંચમી વિકેટ માટે 175 રનની ભાગીદારી નોંધાવી રકાસ ખાળ્યો હતો. ગુજરાત તરફથી ઇશ્વર ચૌધરીએ ત્રણ, ચિંતન ગજાએ બે અને સિદ્ધાર્થ દેસાઈએ એક વિકેટ ઝડપી હતી. બીજી તરફ મુંબઈ સામેની ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટકના સુકાની વિનય કુમારે હેટ્રિક સહિત 6 વિકેટ ઝડપતા મુંબઈ 173 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. તેણે પૃથ્વી શો, જય ગોકુુલ બિસ્ટા અને આકાશ પારકરને આઉટ કરી હેટ્રિક ઝડપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો