કૉંગ્રેસ હિંદુ, રામવિરોધી ચહેરો ખુલ્લો પડ્યો: CM
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ ગુરુવારે પાલનપુરના માલણ ગામ અને વઢવાણમાં જાહેરસભા યોજી હતી. તેમણે રામમંદિર મુદ્દે કૉંગ્રેસની નીતિ અને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંઘ પર આકરા પ્રહાર કર્યા હતા.
માલણ ગામમાં મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે હિન્દુ આતંકવાદના નામે હિન્દુઓનું નામ લેતા હતા, પણ પરમ દિવસે કૉંગ્રેસનો ચહેરો ખુલ્લો પડી ગયો. રામમંદિર અયોધ્યામાં બને દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે. કોર્ટમાં ઝડપથી નિર્ણય આવે દિશામાં નરેન્દ્રભાઈ મહેનત કરે છે ત્યારે કપિલ સિબ્બલ રામમંદિર બને એવી દલીલ કરે છે.
વઢવાણમાં કહ્યું કે નરેન્દ્રભાઈએ મને નર્મદા વિશે કાંઈ રજૂઆત કરી નહોતી તેવા મનમોહનસિંઘના નિવેદનને જુઠાણાં ગણાવી કહ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં રામમંદિરે જે દલીલો રજૂ થઈ હતી તેમાં કૉંગ્રેસ હિંદુ અને રામની વિરોધી હોવાની બાબત સ્પષ્ટ થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વઢવાણ, માલણમાં કૉંગ્રેસ પર પ્રહાર