• Gujarati News
  • National
  • કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 89 બેઠકોની પ્રથમ તબક્કાની 9મી

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 89 બેઠકોની પ્રથમ તબક્કાની 9મી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 89 બેઠકોની પ્રથમ તબક્કાની 9મી ડિસેમ્બર એટલે કે શનિવારે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. 14,155 સ્થળો પરના 24,689 મતદાન મથકો પરથી કુલ 2,12,31,652 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 89 બેઠકો પર 977 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. શાંત અને નિર્ભિક વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે 1.74 લાખ પોલીસ કર્મચારીઓ સલામતી વ્યવસ્થામાં તૈનાત કરાયા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને જણાવ્યું કે, બંને તબક્કાની ચૂંટણીમાં કુલ 2.41 લાખ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે. તમામ મતદાન મથકો ખાતે દિવ્યાંગો માટે વ્હીલચેર અને સહાયક સહિતની વ્યવસ્થા કરાઇ છે. ચૂંટણી પંચને અત્યારસુધીમાં આચારસંહિતા અંગેની 139 ફરિયાદો મળી છે જેમાંથી 128નો નિકાલ કરાયો છે. મતદાન સ્ટાફ અને મશીન સહિતની સામગ્રી લાવવા લઇ જવા માટે એસટીની 4471 બસો ફાળવાઇ છે.

મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે શાળાના 80 લાખ બાળકો મારફતે તેમના માતા-પિતાને સંકલ્પપત્ર મોકલવામાં આવ્યા હતા જે પૈકી 76 લાખ સંકલ્પપત્રો પરત આવ્યા છે. જ્યારે 93 લાખ બલ્ક મેસેજથી મતદાનની અપીલ કરાઇ છે.

14બેઠકો પર મત કૂટીરની ડિઝાઇન બદલાવાઇ

બંનેતબક્કાની કુલ 14 બેઠકો પર 15થી વધુઉમેદવારો હોવાથી બે ઇવીએમ મૂકવા માટે મતકૂટીરની ડિઝાઇન બદલાવાઇ છે. પ્રથમ તબક્કાની 8 બેઠક પરના 2169 મતદાન મથકો તેમજ બીજા તબક્કાની 5 બેઠકોના 1472 મતદાન મથક પર મતકૂટીરની સાઇઝ વધારાઇ છે જ્યારે મહેસાણા બેઠક પર સૌથી વધુ 34 ઉમેદવારો હોવાથી બેઠકના 257 મથકો પર તેનાથી પણ મોટી મતકૂટીરનો ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...