બિટકોઇન 15000 ડોલરને પણ પાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સટ્ટાકીયતાંડવ વચ્ચે ક્રિપ્ટો કરન્સી તરીકે ઓળખાતા બિટકોઇનની કિંમત ગુરુવારે માત્ર 10 કલાકના ગાળામાં 14000 ડોલરની સપાટીથી ઉછળી 15242.99 ડોલરની ઐતિહાસિક ટોચે આંબી ગયો હતો. છેલ્લા એક સપ્તાહમાં બિટકોઇનમાં 5000 ડોલરનો ઉછાળો આવ્યો છે. ગત સપ્તાહના રેકોર્ડ સ્તરેથી 10-15 ટકા સુધી ઘટ્યા બાદ ફરી બે દિવસથી સતત ઉંચકાઇ આજે તેની રેકોર્ડ બ્રેક 15000 ડોલરની સપાટી કુદાવી

...અનુસંધાન પાનાં નં.14

15242.99 ડોલર સુધી ક્વોટ થવા લાગ્યો હતો. એક દિવસમાં સરેરાશ 1242 ડોલરથી વધુ ઉંચકાયો છે. જાન્યુઆરી-17માં બિટકોઇન 1100 ડોલર આસપાસ હતો જે સરેરાશ 11 મહિનામાં 14 ગણો વઘ્યો છે.

ફેડરલ રિઝર્વ સહિત અન્ય નાણાંકિય નિષ્ણાતો બિટકોઇનથી નાણાંકિય સ્થિરતા જોખમાઇ રહી છે તેમજ જે રીતે તેજી આગળ વઘી રહી છે તેનો પરપોટો ગમે ત્યારે ફૂટી જશે તેવું જણાવી રહ્યાં છે. બિટકોઇન બ્રેક વગરની ગાડી છે. તેજીમાં સામેલ થઇ રહેલા નવા રોકાણકારો માટે હવે જોખમી સાબીત થઇ શકે છે. કરન્સીનો ઉપયોગ નશીલા ડ્રગ્સ અને હથિયારો ખરીદવામાં પણ થઇ રહ્યો હોવાનો પણ હોબાળો મચ્યો છે.

બિટકોઇનનો વેપાર કરતી નાઇસહર્સ વેબસાઇટ હેક, કરોડ ડોલરનું નુકસાન

બિટકોઇનમાંરોકાણ કરવાની ઇચ્છા ધરાવતા હોય તેમને માટે ચેતવણી સમાન ન્યૂઝ છે કે ક્રિપ્ટો કરન્સી માઇનિંગ માર્કેટ નાઇસહર્સે જાહેર કર્યું હતું કે તેના વોલેટમાંથી સંપૂર્ણ બિટકોઇન હેકર્સે હેક કરી લીધા છે, જેને કારણે તેમને કરોડ ડોલરનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નાઇસહર્સે વેબસાઇટે જણાવ્યું હતું કે અમે અમારી તમામ કામગીરી આગામી 24 કલાક માટે સ્થગિત કરીએ છીએ. કુલ 4,736.42 બિટકોઇનનું નુકસાન થયું છે, જેનું કુલ મૂલ્ય 6 કરોડ ડોલર કરતાં પણ વધુ થાય છે.

પ્રચલિત કરન્સીનું માર્કેટકેપ ~12 લાખ કરોડથી પણ વધુ

બિટકોઇનએઇથેરિયમ, રિપલ, લાઇટકોઇન, ડૈશ, મોનેરો જેવી 1326 ડિજિટલ કરન્સી અથવા ક્રિપ્ટો કરન્સી છે. પરંતુ સૌથી વધુ ડિમાન્ડ બિટકોઇનની છે. કોઇન માર્કેટ કેપ ડોટ કોમના મતે ડિજિટલ કરન્સીનું માર્કેટ કેપ 22 લાખ કરોડ રૂપિયાથી વધુનું છે. જેમાં માત્ર બિટકોઇનનું માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયાથી વધુ એટલે કે 55 ટકાનો હિસ્સો રહેલો છે.

રૂપિયાના મૂલ્યમાં બિટકોઇન ~80730 ઉછળ્યો

ભારતીયરૂપિયાના મૂલ્યમાં જોવા જઇએ તો 10 કલાકમાં બિટકોઇનની વેલ્યૂમાં રૂ. 80730નો જંગી ઊછાળો જોવા મળ્યો છે. જે કલાકના રૂ. 8073 અને દર મિનિટે રૂ. 135નો ઉછાળો દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...