તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સિનિયર વકીલોએ બરાડા પાડી વાત કરવી શરમજનક : CJI

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિનિયર વકીલોએ બરાડા પાડી વાત કરવી શરમજનક : CJI

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમકોર્ટનાચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ્સના મોટેથી વાત કરવા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે મોટેથી બોલવાની બાબતને શરમજનક ગણાવીને જણાવ્યું કે વકીલ પરંપરાગત રીતે ન્યાયના મંત્રી કહેવાય છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક વકીલ વિચારે છે કે તેઓ ઊંચા અવાજમાં દલીલો કરી શકે છે. બાબતને કોઇ પણ કિંમતે સાંખી લેવામાં આવશે નહીં.

આવી રીતે રજૂઆત કરવાની બાબત બતાવે છે કે તમે સિનિયર વકીલ હોવાને લાયક નથી. જો મોટેથી બોલનારા વકીલોની બ્રિગેડને બાર કાઉન્સિલ રોકશે નહીં તો તેમને નિયંત્રિત કરવા માટે કોર્ટને મજબૂર થવું પડશે. સુપ્રીમકોર્ટમાં ગુરુવારે પારસી ધર્મ પરિવર્તન સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલોના વ્યવહારનો મામલો ઊઠ્યો હતો. ભૂતપૂર્વ સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમે જણાવ્યું કે વરિષ્ઠ વકીલો દ્વારા કોર્ટમાં મોટેથી બોલવાની ટેવ દિવસેને દિવસે વધી રહી છે. બધા વકીલોએ ન્યાયિક સંસ્થાનું સન્માન કરવું જોઇએ.

સાંભળ્યા પછી અયોધ્યા વિવાદ અને દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલ મામલામાં વરિષ્ઠ વકીલોના વ્યવહારથી દુ:ખી ચીફ જસ્ટિસે કહ્યું હું આની સાથે સહમત હું. તેમની શૈલી અને વલણ

...અનુસંધાન પાનાં નં.14

દિવસેને દિવસે બગડી રહ્યા છે. દિલ્હી સરકારના કેસમાં એક વરિષ્ઠ વકીલે અત્યંત ખરાબ તર્ક રજૂ કર્યા. તેમના બેકાર અને ખરાબ તર્કો વિશે જેટલું ઓછું કહેવામાં આવે, એટલું ઠીક હશે. બેન્ચ બંને મામલામાં આદેશ કડક શબ્દોમાં લખવા માગતી હતી પરંતુ વકીલોએ કહ્યું કે લખો એટલે અમે દયા દાખવી. જોકે, તેમણે કોઇ વકીલનું નામ લીધું.

ટિપ્પણી પછી ચીફ જસ્ટિસે શું પારસી મહિલા અન્ય કોઇ ધર્મના પુરુષ સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા પછી પોતાના ધર્મના અધિકાર ગુમાવી દે છેω મામલાની સુનાવણી ફરી શરૂ કરી દીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો