તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભારતે કહ્યું ટેક્નિકલ ખામીથી ડ્રોન ભટક્યું, ચીને વાંધો રજૂ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતે કહ્યું ટેક્નિકલ ખામીથી ડ્રોન ભટક્યું, ચીને વાંધો રજૂ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય ડ્રોન ચીનના આકાશમાં ઘૂસ્યું

એજન્સી | નવી દિલ્હી/બેઇજિંગ

સિક્કિમસેક્ટરમાં ડોકલામ પાસે તાજેતરમાં ટેક્નીકલ ખામીને કારણે ભારતનું એક ડ્રોન ચીની હવાઇ સરહદમાં ભટકી ગયુ હતું. પછી ડ્રોન ભારતીય હવાઇ સરહદમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતું. ચીને તેને પોતાના સાર્વભૌમત્વનો ભંગ ગણાવીને વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતે તેનો જવાબ આપતા કહ્યું ...અનુસંધાન પાનાં નં.14

હતું કે ટેક્નીકલ ખામીને કારણે આમ થયું હતું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં કહ્યું હતું કે,‘સિક્કિમ સેક્ટરમાં એક ભારતીય ડ્રોન રેગ્યુલેટરી મિશન પર હતું. તેનો સંપર્ક તૂટી ગયો હતો. ટેક્નીકલ ખરાબીને કારણે તે એલઓસી પાર કરી ગયુ હતું. ઘટના લગભગ 10 દિવસ પહેલાની છે.

ચીનેકહ્યું અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન

ભારતનાજવાબ પહેલા ચીન સેનાના વેસ્ટર્ન થિયેટર કૉમ્બેટ બ્યૂરોએ ડેપ્યુટી ડિરેક્ટર ઝાંગ શુઈલીએ કહ્યું ભારતના પગલાંથી ચીનના પ્રાદેશિક સાર્વભૌમત્વનો ભંગ થયો છે. અમે અંગે વિરોધ વ્યક્ત કરીએ છીએ. ઝાંગે ઘટના ક્યારે અને ક્યાં થઈ હતી તેની કોઈ માહિતી આપી નથી.

ચીનનાઅધિકારીઓને એલર્ટ અપાઈ હતી

ભારતીયસંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઘટનાના તુરંત બાદ ભારતીય જવાનોએ ચીનના સૈન્ય અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા અને યુએવી શોધવામાં સહયોગ પણ માગ્યો હતો. તેની પ્રતિક્રિયામાં ચીન તરફથી લોકેશનની માહિતી અપાઈ હતી. હાલ સંપૂર્ણ પ્રોટોકોલ હેઠળ કેસની તપાસ કરાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો