• Gujarati News
  • National
  • વચગાળાની રાહત સંબંધિત અરજી પર આવતા સપ્તાહે સુનાવણી

વચગાળાની રાહત સંબંધિત અરજી પર આવતા સપ્તાહે સુનાવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારેગુરુવારે સુપ્રીમકોર્ટમાં કહ્યું કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર લિન્ક કરવાની જરૂરી ડેડલાઈનને વધારીને 31 માર્ચ કરાશે. સરકારે વાત એવા સમયે કહી છે જ્યારે સુપ્રીમકોર્ટમાં આધારકાર્ડ ફરજિયાત કરવા સંબંધિત સુનાવણી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી શુક્રવારે નોટિફિકેશન જાહેર કરાશે અને આધારને લિન્ક કરવાની ડેડલાઈન આગળ વધારાશે.

કેન્દ્ર સરકાર જુદી જુદી યોજનાઓને આધાર સાથે લિન્ક કરવાની તારીખ 31 માર્ચ સુધી વધારવા તૈયાર છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચ સામે આધાર કેસનો ઉલ્લેખ કરી જલદી સુનાવણીની માગણી કરાઈ હતી. સિનિયર એડવોકેટ શ્યામ દીવાને કહ્યું કે જુદી જુદી યોજનાઓ આધારથી લિન્ક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. સમયમર્યાદા સમાપ્ત થવાની છે. એવામાં વચગાળાની રાહત સંબંધિત અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવી જોઇએ. જ્યારે કેન્દ્ર તરફથી એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે જણાવ્યું કે સરકાર આધાર લિન્ક કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી વધારવા તૈયાર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે વચગાળાની રાહત સંબંધિત અરજીઓ પર હવે આગામી અઠવાડિયે સુનાવણી હાથ ધરાશે. દરમિયાન નક્કી કરાશે કે આધાર પર બંધારણીય પીઠ ક્યારથી સુનાવણી શરૂ કરશે.

બેન્કખાતાં,પાન, સિમકાર્ડ સાથે આધાર લિન્ક કરવાની ડેડલાઇન માન્ય

યુઆઈડીઆઈએએકહ્યું છે કે બેન્કખાતાં, પાનકાર્ડ તથા મોબાઈલ સિમકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક કરવાની ડેડલાઇન માન્ય અને કાયદેસર છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી.

...અનુસંધાન પાનાં નં.14

ઉલ્લેખનીય છે કે બેન્કખાતાં અને પાનકાર્ડ સાથે આધાર લિન્ક કરવાની ડેડલાઈન 31 ડિસેમ્બર નક્કી કરાઇ હતી જ્યારે સિમકાર્ડ માટે 6 ફેબ્રુઆરી સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.

આધારસંબંધિત અરજીઓ પર પાંચ જજોની બંધારણીય ખંડપીઠ આગામી અઠવાડિયેથી સુનાવણી કરશે

આધારફરજિયાત લિન્ક કરવા પર રોક લગાવવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમકોર્ટે બંધારણીય બેન્ચની રચના કરવા કહ્યું છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અરજીકર્તાઓને કહ્યું આગામી અઠવાડિયે પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠની રચના કરાશે જે અરજીઓ પર સુનાવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...