તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રણજી ટ્રોફીમાં ગુજરાત સામે ઝારખંડ ફોલોઓન

રણજી ટ્રોફીમાં ગુજરાત સામે ઝારખંડ ફોલોઓન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલરોનાશાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાતે રણજી ટ્રોફીમાં ગ્રૂપ-બીના મુકાબલામાં ઝારખંડ સામે ત્રીજા દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ગુજરાતના 411 રનના જવાબમાં ઝારખંડ પ્રથમ દાવમાં 242 રનમાં ઓલ આઉટ થતા ફોલોઓન થયું હતું. ગુજરાતને પ્રથમ દાવમાં 169 રનની લીડ મળી હતી. ફોલોઓન બાદ બીજા દાવમાં ઝારખંડે દિવસના અંતે 2 વિકેટે 106 રન બનાવી લીધા છે. દિવસના અંતે વિરાટ સિંઘ 32 અને ઉતક્રશ સિંહ 9 રને રમતમાં છે. ઝારખંડ હજુ 63 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. બન્ને વિકેટ ફર્સ્ટ ક્લાસમા ડેબ્યૂ કરી રહેલા કમલેશ ઠાકોરે ઝડપી હતી.

પહેલા દિવસની શરૂઆત ઝારખંડે પ્રથમ દાવમાં 3 વિકેટે 98 રનની કરી હતી. પ્રથમ દાવમાં ઝારખંડ તરફથી સૌથી વધારે કુમાર ડીઓબ્રાટ (80) અને નઝીમ સિદ્દીકી (71)એ બનાવ્યા હતા. જગ્ગી 30 રને આઉટ થયો હતો. ગુજરાત તરફથી ચિંતન ગજા અને કમલેશ ઠાકોરે 3-3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પટેલને બે વિકેટ, જ્યારે ઇશ્વર ચૌધરી, ઋજુલ ભટ્ટને એક-એક વિકેટ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...