તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરાના દિવેરગામે રેસ્ક્યૂ ટીમની સફળ કામગીરી

વડોદરાના દિવેરગામે રેસ્ક્યૂ ટીમની સફળ કામગીરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોરતાલુકાના દિવેરગામે કાછોટ વિસ્તારમાં એક ખેડૂતના કુવામાં નીલગાય (રોઝ)નું બચ્ચુ ગઇ કાલી પડી જતા આજરોજ વડોદરાની રેસ્ક્યુ જીમ દ્વારા કુવામાંઉતરી જીવતા બચ્ચાને બહાર કાઢી સારવાર માટે વડોદરા લઇ ગયા છે.

દિવેરા ગામે કાછોડવગામાં પટેલ હિતેશબાઇ રામભાઇ કોલાવાલાનો કુવા આવેલ છે. ગઇકાલે ખેતરમાં દવા છાંટવા ગયેલા મજુરને કુવામાંથી પશુનો અવાજ આવતો હોય આજે હિતેશબાઇ કોલાવાલાને જાણ કરતાં શિનોર આર.એફ.ઓ. કૌષિ, બી.પારેખને જાણ કરતા RFO પોતાના ટીમ સાથે સ્થળ પર આવી તપાસ કરતાં અંદર રોજ (નીલગાય) નું બચ્ચુ માલમ પડતા વડોદરા રેસ્કુય ટીમને જામ કરતા તા.27 બપોરના 1.30 કલાકે રેસ્કયુ ટીમ આવી પહોંચતા ઉંડા કુવામાંતઈ આશરે 1I થી 1II વર્ષના માંદા રોઝના બચ્ચાને જીવતુ બહાર કાઢેલ હતુ. કુવામાં પડવાના પછડાટથી બચ્ચાની કેડો તથા પાછલા પગોમાં દુખાવો હોવાથી રેસ્કયુ ટીમના જવામર્દ જવાનો રાકેશ વઢવાણા, અનિલગોહીલ, મીતચૌહાણ અ્ને લાલજી નિજામાં દ્વારા પોતાની ગાડીમાં વધુ સારવાર માટે વડોદરા લઇ ગયા હતા. રેસ્કયુ ટીમ કેવી રીતે રોઝને બહાર કાઢે છે. તે જોવા આજુબાજુના ખેતરો વાળા આવલી ગયા હતા. તેઓએ પણ રેસ્કયુ ટીમની કામગીરી તથા સંભાળની પ્રશંસા કરી હતી. કુવામાંથી ટોળાથી વિખુટા પડેલ માંદા રોઝના બચ્ચાને જીવતુ બહાર નીકળતા હિતેશ કોલાવાળા ભીરંગ અવધુત ગુરૂ દેવદત્તના આશીર્વાદ માન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...