તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાબરાનાં મોટા દેવળીયા ગામનાં આધેડને કુહાડી મારીને લૂંટી લીધો

બાબરાનાં મોટા દેવળીયા ગામનાં આધેડને કુહાડી મારીને લૂંટી લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફરિયાદ હું દારૂ પીવા ગયો અને મને માર્યો

બાબરાનામોટા દેવળીયામાં રહેતા મધુભાઇ તળશીભાઇ જાવીયા નામના આધેડ બે દિવસ પહેલા પોતાની વાડીએ પાણી વાળી રહ્યા હતા. દરમ્યાન અહી રહેતો વિપુલ ઉર્ફે હણકી નરશી સમતરીયા નામના શખ્સે આવીને આધેડની પાસે રૂ.10 હજારની માંગણી કરી હતી. તેમજ માથાભારે શખ્સે આધેડને ગાળો આપીને કુહાડી મારીને ઇજાઓ કરી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપીને આધેડના ખીસ્સમાંથી રૂ.1200ની શખ્સે લુંટ કરી હતી. બાદ આધેડે ગઇકાલે તમામ હકીકત જણાવીને બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામેપક્ષેથી વિપુલ ઉર્ફે હણકી નરશી સમતરીયાએ બાબરા પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી હતી કે, તે અહી રહેતા હિમતભાઇના ઘરે દારૂ પીવા માટે ગયો હતો. જ્યા મધુ જાવીયાએ આવીને વિપુલને કહ્યુ કે તું અહીયા શુ કામ દારૂ પીવા માટે આવ્યો છો તેમ કહીને ગાળો આપીને લાકડી વડે ઇજાઓ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. બારામાં ગઇકાલે બાબરા પોલીસ મથકમાં સામસામી ફરિયાદો નોંધાતા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ફોઝદાર એસ.આર.વરૂએ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...