તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મારી પુત્રી ગર્ભવતી બનશે તો જવાબદારી તપાસ અધિકારીની

મારી પુત્રી ગર્ભવતી બનશે તો જવાબદારી તપાસ અધિકારીની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મ પિડિત સગીરાનાં પિતાની વેદના

બાબરાનાનવાણીયામાં રહેતી એક સગીરા 2 માસ પહેલા ગરબા જોવા માટે ગઇ હતી. અહીથી સગીરાને તેના કાકાનો દિકરો જયસુખ રવજી માંજુસા નામના શખ્સ વાલીપણામાંથી ભગાડીને લઇ ગયો હતો.

સગીરાનાં પિતાએ જણાવ્યું હતું કે દિકરીને જયસુખ રવજી માંજુસા નામના શખ્સ ભગાડી ગયો હોવા છતા આજદિન સુધી પોલીસ ફરિયાદ થઇ હોવા છતા પકડી પાડ્યો નથી. તેમજ કામમાં શખ્સના પરીવારે પણ મદદગારી કરી છે. વધુમાં જણાવ્યુ હતુ કે, શખ્સ દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ કરવાથી તે ગર્ભવતિ બનવાની સંભાવના છે. આથી સગીરાના પરીવાર સમાજમાં મોઢુ બતાવવા જેવુ રહે અને સગીરાના કુટુંબમાંથી આપઘાત કરવાનો વારો આવે તેમ છે. જો સગીરા ગર્ભવતી બનશે તો તમામ જવાબદારી તપાસ કરનાર અધિકારીની રહેશે. તેમજ સાત દિવસમાં બાબતે કોઇ કડક પગલા ભરાશે નહિ આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...