તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઝારખંડમાં નદીમાંથી નીકળે છે સોનું, રહસ્ય વણઉકલ્યું

ઝારખંડમાં નદીમાંથી નીકળે છે સોનું, રહસ્ય વણઉકલ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાંલગ્ન સહિત કોઇ પણ શુભ પ્રસંગે સોનું ખરીદવામાં આવે છે જ્યારે ઝારખંડમાં એક એવી નદી છે કે જે સોનું આપે છે. ઝારખંડના રત્નગર્ભામાં વહેતી સ્વર્ણરેખા નદીમાં સોનું ભરેલું છે. અહીંના આદિવાસીઓ નદીના તળીયાની માટીને ગાળીને તેમાંથી સોનાના કણો ભેગા કરે છે અને તે કણો જ્વેલર્સને વેચે છે. રીતે સોનાના કણો ભેગા કર્યા બાદ તે વેચીને તેઓ ગુજરાન ચલાવે છે.

અહીંના લોકોનું માનવું છે કે નદી પર અનેક વાર રિસર્ચ કરાયું છે પણ નદીમાં સોનાના કણો ક્યાંથી, કેવી રીતે આવે છે તે આજેય એક વણઉકલ્યું રહસ્ય રહ્યું છે. સ્વર્ણરેખા નદી સાથે જોડાયેલી અન્ય એક આશ્ચર્યજનક બાબત છે કે તે તેના ઉદગમ સ્થાનેથી નીકળ્યા બાદ અન્ય કોઇ નદીને મળતી નથી. સીધી બંગાળની ખાડીમાં જાય છે.

અન્ય સમાચારો પણ છે...