તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેન્દ્ર સરકાર પીઓકે પહેલા લાલચોક પર ત્રિરંગો ફરકાવી બતાવે

કેન્દ્ર સરકાર પીઓકે પહેલા લાલચોક પર ત્રિરંગો ફરકાવી બતાવે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
17 દિવસમાં ચોથીવાર ફારુખ બોલ્યા

જમ્મુ-કાશ્મીરનાપૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાહે સોમવારે ફરી એકવાર પાકિસ્તાનની તરફેણ કરી હતી. શ્રીનગરના સાંસદ ફારુખે કેન્દ્ર સરકારને પડકાર ફેંકતાં કહ્યું કે પીઓકેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વાત કરતાં પહેલાં શ્રીનગરના હૃદયસમા લાલચોક પર તો ત્રિરંગો ફરકાવી બતાવો. ગત 17 દિવસોમાં ચોથીવાર છે કે જ્યારે ફારુખે પીઓકેને પાક.નો હિસ્સો ગણાવ્યો છે. પોતાના જૂનાં નિવેદનોનાં ટેકામાં ફારુખે કહ્યું કે પીઓકે પર હું ફક્ત સત્ય બોલી રહ્યો છું. જો સત્ય ના સાંભળવું હોય તો અંધારામાં રહો. કોંગ્રેસ નેતા જી.એસ. ડોગરાની 30મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા ફારુખને જ્યારે પૂછવામાં આવ્યું કે ટિપ્પણીઓથી શું તે ભારતીય ભાવનાઓને નુકસાન નથી પહોંચાડી રહ્યાંω જવાબમાં તેમણે કહ્યું કે ભારતીય ભાવનાઓ શું છેω શું હું ભારતીય નથીω કોની ભાવનાની વાત કરો છોω દગાબાજોની જેમને અમારી અને બોર્ડર વિસ્તારના લોકોની તકલીફો દેખાતી નથી.

અન્ય સમાચારો પણ છે...