તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દાવેદારો કમલમ્ પર અને નજર ટીવી પર

દાવેદારો કમલમ્ પર અને નજર ટીવી પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપેબીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસની પૂર્વ રાત્રિ સુધી ટિકિટ ફાળવણીનું સસ્પેન્સ રાખતાં ભાજપના અનેક નેતાઓ આકુળવ્યાકુળ બન્યા હતા. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રિય અને પ્રદેશના નેતાઓ સાથે બંધબારણે ટિકિટ ફાળવણીનો ગંજીપો ચીપતા હતા. બીજી તરફ જે નેતાઓનાં નામ નક્કી થતાં હતાં, તેમને સીધા ફોન કરીને જાણ કરાતી હતી. ભાજપની યાદી જાહેર થતાં કમલમ્ ઉપર હાજર હતા, તેવા ટિકિટવાંચ્છુ નેતાઓમાં અજંપો વર્તાતો હતો. તેઓ પણ કોને, ક્યાંથી ટિકિટ મળી તેવી ખાતરી ટીવી સામે બેસીને કરતા જોવા મળ્યા હતા.

વર્ષ 2012ની ચૂંટણી વખતે ભાજપમાં આવેલા નરહરિ અમીનને 5 વર્ષ રાહ જોયા બાદ ભાજપમાંથી પણ ટિકિટ મળી નથી. તેમણે માટે મહેનત પણ કરી હતી. રવિવારે રાત્રે કમલમથી ફોન આવતાં તેઓ હસતાં મોંએ અમિત શાહને મળવા કમલમ્ પહોંચ્યા હતા, પરંતુ અમિત શાહ સાથે બેઠક થયા બાદ તેઓ વિલા મોંએ પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...