• Gujarati News
  • વાદીપરાની સ્માર્ટ પ્રાથમિક સ્કૂલ

વાદીપરાની સ્માર્ટ પ્રાથમિક સ્કૂલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના કોટડા-ગોંડલ અને રાજકોટ તાલુકાના ત્રિભેટે આવેલું વાદીપરા ગામ પ્રમાણમાં ઓછું વિકસિત ગામ છે. કોળી અને પછાત વર્ગની વસતી ધરાવતા ગામમાં સાક્ષરતાનો દર 37.55 ટકા છે, પરંતુ દર પણ છેલ્લા થોડા સમયમાં વધ્યો છે. બે વર્ષ પહેલાં વાદીપરાના પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલનો ખિતાબ આપવામાં આવ્યો છે.

સ્કૂલના પ્રિન્સિપાલ તુષારભાઇ સોમરાજે જણાવ્યું હતું કે, વાદીપરાની સરકારી પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં કુલ 260 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જિલ્લા પંચાયત દ્વારા સ્કૂલમાં 1 પ્રિન્સિપાલ અને 9 શિક્ષકોનું પૂરતું મહેકમ અભ્યાસ માટે ફાળવવામાં આવ્યું છે. સરકાર દ્વારા સંપૂર્ણ સુવિધાયુક્ત વર્ગો , કમ્પ્યૂટર લેબ, પ્રજ્ઞા વર્ગ, રમત-ગમતના સાધનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને પ્રજ્ઞા અને ત્યાર પછી બાલા પ્રોજેક્ટ શીખવાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને રમતા-રમતા જ્ઞાન મળે તે માટે દીવાલો પર વિવિધ નકશાઓ, ભૌમિતિક આકૃતિઓ, સરવાળા અને બાદબાકી તથા ડ્રોઇંગના પ્રોજેક્ટનું માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત સ્કૂલમાં સ્કાઉટની પ્ર‌વૃત્તિ પણ કરાવવામાં આ‌વે છે. જેમાં ધો.6 થી 8ના 25 વિદ્યાર્થીઓ દર વર્ષે ભાગ લે છે.

વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યેની રુચિ વધે અને તેનામાં સ્પર્ધાત્મક ભાવના વિકસે તે માટે દર અઠ‌વાડિયે પરીક્ષા લેવામાં આ‌વે છે. ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ રમત-ગમતમાં ખૂબ ચપળ હોય ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ પહોંચ્યા છે, અને તેમાં પણ ખો-ખો અને કબડ્ડીમાં ઝોનકક્ષાએ રમીને આવ્યા છે. સાયન્સ ફેરમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ દર વર્ષે જિલ્લાકક્ષા સુધી તો પહોંચી જાય છે. જિલ્લા પંચાયત તરફથી સ્કૂલને એસએમસી(સ્કૂલ મેનેજમેન્ટ કમિટી)નો એવોર્ડ પણ મળ્યો છે.

ધોરણ -8 બાદ વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડી દે તે માટે વાદીપરામાં પાંચ વર્ષથી માધ્યમિક શાળા શરૂ કરવા ગ્રામજનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં વિદ્યાર્થીઓેને ધોરણ-9માં રામોદની સ્કૂલમાં એડમિશન લેવડાવી દેવામાં આવે છે, પરંતુ તેમને ભણાવવાની સુવિધા સ્કૂલમાં પણ કરવામાં આવે છે.

શિક્ષણ મંત્રીને વાદીપરાને માધ્યમિક સ્કૂલ ફાળવવા ભલામણ કરી

ગામનાસરપંચમનસુખભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, આજુબાજુના 8-10 ગામો વચ્ચે અહી જો માધ્યમિક સ્કૂલ શરૂ કરવામાં આવે તો દીકરીઓ ધોરણ 8માં અભ્યાસ છોડી દે અને ધો.10 સુધી ભણી શકે અને સોનામાં સુગંધ ભળે..! સરપંચની રજૂઆત ધ્યાનમાં લઇ વલ્લભભાઇ કથીરિયાએ તાત્કાલિક ત્યાથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભલામણ કરી દીધી હતી. જેથી આગામી દિવસોમાં માધ્યમિક સ્કૂલનું નિર્માણ પણ હાથ ધરવામાં આવશે.

વાદીપરાની શૈક્ષણિક ક્ષેત્રેથયેલી પ્રગતિ જોઇ રાજકોટ જિલ્લાના પૂર્વ સાંસદ વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યું હતું કે, નાના -નાના ગામના લોકો વિશ્વના ફલક પર વિસ્તરી રહ્યા છે. નાના એવા ગામડાંની દીકરી મુખ્યમંત્રી બની શકે તો વાદીપરા જેવા નાના ગામમાંથી અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિનું નિર્માણ થઇ શકે.

નાના ગામમાંથી અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિનું નિર્માણ થઇ શકે