• Gujarati News
  • ઈન્ડોનેશિયામાં એરફોર્સનું વિમાન તૂટી પડતાં 116નાં મોત

ઈન્ડોનેશિયામાં એરફોર્સનું વિમાન તૂટી પડતાં 116નાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
PM ઊંઘમાંથી જાગો, દસ્તાવેજ જુઓ: કોંગ્રેસ


રાજસ્થાનનાંમુખ્યપ્રધાન વસુંધરા રાજે વિરુદ્ધ કોંગ્રેસે સતત બીજા દિવસે પણ આરોપોનો મારો ચાલુ રાખ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ધૌલપુર મહેલને લગતા કેટલાક દસ્તાવેજો રજૂ કરીને વડાપ્રધાન મોદીને પડકારતા કહ્યું હતું કે મોદી હવે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને દસ્તાવેજો જોઈ વસુંધરાનું રાજીનામું માગે. કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં દર્શાવાયું હતું કે ધોલપુર પેલેસ સરકારી સંપત્તિ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પડકાર ફેંક્યો હતો કે તેમનામાં વસુંધરા અને સુષમાનું રાજીનામું લેવાની હિંમત નથી. જ્યારે ભાજપે પણ ધોલપુર પેલેસ વસુંધરાના દીકરા દુષ્યંતના ...અનુસંધાનપાના નં.4

નામનોહોવાના દસ્તાવેજો રજૂ કર્યા હતા. કોંગ્રેસ આઈપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીની મદદ કરવા બદલ વસુંધરાનું રાજીનામું માગી રહી છે. બે સપ્તાહથી રોજ નવા આરોપો મૂકી રહી છે. અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે નૈતિકતાના બની બેઠેલા મસિહા વડાપ્રધાનમાં હિંમત નથી કે વસુંધરા અને સુષમાને હટાવી શકે. રાજસ્થાનનાં મુખ્યપ્રધાન તેમના પરિવારના સભ્યો અને કાયદાના ભાગેડુ લલિત મોદીએ ધોલપુર મહેલ ઉપર ગેરકાયદેસરનો કબજો જમાવી લીધો છે. અને વડાપ્રધાન કુંભકર્ણ નિદ્રામાં પોઢી રહ્યા છે.

રમેશે જણાવ્યું હતું કે જ્યાં સુધી વસુંધરા રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસ નીતનવા ઘટસ્ફોટ કર્યા કરશે. તેની થોડી વાર બાદ જયપુરમાં ભાજપના રાજસ્થાન એકમના અધ્યક્ષ અશોક પરનામીએ પત્રકાર પરિષદ બોલાવી દસ્તાવેજ લહેરાવીને આરોપ કર્યો કે કોંગ્રેસ ધોલપુર મહેલની માલિકી અંગે મીડિયાને ગેરમાર્ગે દોરી રહી છે. છીછરું રાજકારણ રમી રહી છે.વિરોધપક્ષના નેતા તરીકે વસુંધરાના વિદેશ પ્રવાસની માહિતી નથી

બુંદી : વસુંધરા રાજે જાન્યુઆરી 2009થી ફેબ્રુઆરી 2013 સુધી રાજસ્થાન વિધાનસભામાં વિરોધપક્ષનાં નેતા હતાં. પરંતુ તેમના વિદેશ પ્રવાસની રાજ્ય સરકાર પાસે કોઈ માહિતી નથી. આરટીઆઈ કાર્યકર્તા સત્યનારાયણ ગુર્જરને વિધાનસભા સચિવાલયે તત્કાલીન મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને રાજેની સ્થાનિક મુલાકાતોની માહિતી જરૂર આપી છે. રાજેએ તે દરમિયાન રાજસ્થાન બહાર 69 પ્રવાસો કર્યા હતા. જેમાં 56 વખત દિલ્હી અને 6 વખત મુંબઈ ગયાં હતાં. તેની પાછળ રૂ. 10.21 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેવી રીતે ગેહલોતે 132 પ્રવાસો કર્યા હતા. જેમાં 99 વખત દિલ્હી અને 33 વખત મુંબઈનો સમાવેશ થાય છે. જેની પાછળ રૂ. 9.81 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગેહલોતે 3 વિદેશ પ્રવાસ પણ કર્યા હતા. તેની પાછળ અંદાજે રૂ. 8 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.મહેલના માલિકીહક અંગે કોંગ્રેસ મીડિયાને ભ્રમિત કરી રહી છે : ભાજપ

કોંગ્રેસ રોજ નવા ખુલાસા કરશે : જયરામ રમેશ

ભાજપે કાનૂની દસ્તાવેજ ના આપ્યા | જયપુરમાંભાજપ નેતા અશોક પરનામીની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો થઇ ગયો હતો. પત્રકારોએ જ્યારે દસ્તાવેજની નકલ માગી હતી ત્યારે તેમણે ઇનકાર કરી દીધો હતો. માત્ર આટલું કહ્યું હતું કે આરટીઆઈ ફાઇલ કરીને તે મેળવી શકાય છે. કોંગ્રેસ અને તેમના દસ્તાવેજની પણ તપાસ કરાવી શકાય છે.

ભાજપનો જવાબ

કોર્ટના22નવેમ્બર 1958ના દસ્તાવેજ સાબિત કરે છે કે ધૌલપુર પેલેસ સરકારી નથી. ગૃહ મંત્રાલયે હેમંત સિંહ (દુષ્યંતના પિતા)ને પેલેસના કાનૂની વારસદાર માન્યા હતા. ભરતપુરની ફાસ્ટ ટ્રેક કોર્ટે 2007માં સમજૂતી કરાવી હતી. દુષ્યંતને ધૌલપુર પેલેસ મળેલો.

કોંગ્રેસનો દાવો

ધૌલપુરપેલેસસરકારી સંપત્તિ છે. તેને 1949નાં દસ્તાવેજમાં પણ સરકારની સંપત્તિ ગણા‌વાયો હતો. જો વસુંધરાના પુત્ર દુષ્યંતે 2010માં પેલેસની જમીન મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી વળતર લીધું હોય તો તે એક કૌભાંડ છે.. સીબીઆઈને 2013માં તેની ફરિયાદ પણ કરાઈ હતી.

જયરામ રમેશે ધૌલપુર પેલેસના નવા દસ્તાવેજો રજૂ કરતા કહ્યું હતું કે દુષ્યંત સિંહ દ્વારા લેવાયેલું વળતર પણ કૌભાંડ છે. તેની તપાસ થવી જોઈએ.

રહેણાક વિસ્તાર પર આકાશીઆફત

ઈન્ડોનેશિયા એરફોર્સનું એક માલવાહક વિમાન ઉડ્ડયન ભર્યા બાદ તરત આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને મેદન શહેરની એક કોલોનીમાં મસાજ પાર્લર તથા હોટલ સાથે ટકરાતાં અનેક મકાનો અને કારને પણ લપેટી લેતા તે ખાખ થઈ ગઈ હતી. વિમાનમાં 101 પ્રવાસી અને 12 ક્રૂ મેમ્બર હતા. તે તમામના મોત થયા હતા.

51 વર્ષ જૂનું વિમાન હતું

{ઈન્ડોનેશિયાએરફોર્સનું હરક્યુલિસ સી-130 વિમાન 51 વર્ષ જૂનું હતું. આર્મીના સૂત્રોએ કહ્યું હતું કે વિમાન સારી હાલતમાં હતું. અકસ્માત કઈ રીતે થયો તે આશ્ચર્યનો વિષય.

પરતફરવું પડશે : પાઈલટ

{કન્ટ્રોલરૂમના જણાવ્યા અનુસાર વિમાને ઉડ્ડયન ભરતાં પાઈલટે કહ્યું હતું કે પરત ફરવું પડશે. એન્જિનમાં કંઈક ખરાબી લાગે છે.

બહુનીચે ઊડતું હતું

^અવાજસાંભળી બારી બહાર જોયું તો વિમાન બહું નીચે ઉડતું હતું અને એટલામાં એક અવાજ સંભળાયો અ્ને તે મકાનો સાથે ટકારાયું. કેટલીક કાર અને મકાનોને પણ આગ લાગી હતી. > નોવી,નજરેજોનાર