• Gujarati News
  • National
  • મીડિયાને ફેસ કરવું સહેલું કામ નથી : અિમતાભ બચ્ચન

મીડિયાને ફેસ કરવું સહેલું કામ નથી : અિમતાભ બચ્ચન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્લોગમાં લખ્યું ‘માર માર કે ચટની બના દે મેરી’

બોલીવૂડનામહાનાયક અમિતાભ બચ્ચને એક ટીવી પત્રકારની મુલાકાત પછી મિડિયાને ફેસ કરવું હવે સહેલું કામ રહ્યું નથી, એમ જણાવ્યું હતું. બચ્ચને ફેસબુક અને ટવિટરની ઉપરાંત પોતાના બ્લોગમાં મુલાકાતનો અનુભવ જણાવ્યો હતો. માર-માર કે ચટની બના દી મેરી. બહુત પીટા. ઔર પીટ પીટ કરકે હાલત ખરાબ કર દી! બચ્ચને મુલાકાત દરમિયાનના ફોટો પણ તેમના ફેન્સ માટે શેર કર્યાં હતા. અમિતાભે ગુરુવારે રાત્રે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે મિડિયાને ફેસ કરવું સહેલું કામ નથી. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ દિવસ પત્રકાર જોડે વિતાવ્યો હતો.

તમને ફાડી નાખે છે પત્રકાર

તેમણેલીધેલીમુલાકાતને જુઓ છો કે તો લેખ વાંચો છો ત્યારે તેનો આશય અને તેનાં અર્થઘટનો તમને આનંદિત કરે છે. જોકે તેના પૂર્વે તે તમને ફાડી નાખતા હોય છે અને ઊંચકી ઊંચકીને પટકતા હોય છે. તેમની પાસે ક્ષમતા છે કે તે તમને ગોળીબારની વચ્ચે ઊભા રાખી ગોળી વાગવાની રાહ જોતા હોય છે.

વિનમ્ર રહેવામાં હિત

અમિતાભઆગળલખે છે કે લોકશાહીના ચોથા સ્તંભનો સામનો કરવો સહેલો નથી. તમે અહીં આવીને ક્યારેય જીતી શકો નહીં. કયારેય પણ તે શક્ય નથી. આવા સમયે વિનમ્ર રહેવામાં હિત છે. મંત્ર યાદ રાખવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...