• Gujarati News
  • કર્મચારીઓની સાથે સારો વ્યવહાર કરે કતાર સરકાર

કર્મચારીઓની સાથે સારો વ્યવહાર કરે કતાર સરકાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}હોટ ઓનવેબ

હવાઇ ટાપુમાં રોમાંચક અન્ડર વૉટર કેવ ડાઇવિંગનું સાહસ

અમેરિકી પોલીસને પણ પાઠ ભણાવવાની જરૂર પડી છે

કતારમાં 2022ના વર્ષમાં યોજાનાર ફીફા વર્લ્ડ કપ માટે અત્યારે 15 લાખ વિદેશી કર્મચારીઓ દિવસરાત કામ કરી રહ્યા છે. દરમ્યાન એવા અહેવાલો આવ્યા છે કે કર્મચારીઓની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી. કર્મચારીઓમાં ચાર લાખ લોકો નેપાળથી આવેલા છે. તેમને સગાસંબંધીઓના મળવા માટે વતન જવા દેવામાં આવતા નથી. નેપાળમાં ભૂકંપ બાદ હજારો લોકોને અસર પહોંચી છે ત્યારે અહીં કામ કરતા લોકો સ્વાભાવિકપણે પોતાના પરિવારજનોને મળીને તેમને હાલચાલ પૂછવા માગે છે. નેપાળના ગૃહ પ્રધાને બાબતમાં હસ્તક્ષેપ કરીને કતારની સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ફીૅફાના ટોચના અધિકારીઓને પણ કતાર સરકાર પર દબાણ લાવવા માટેની અપીલ કરી છે. પોસ્ટને હજારો લાઇક્સ મળી હતી.