• Gujarati News
  • ભાસ્કરે દૂધવા નેશનલ પાર્કમાં વિતાવ્યો એક દિવસ

ભાસ્કરે દૂધવા નેશનલ પાર્કમાં વિતાવ્યો એક દિવસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરે દૂધવા નેશનલ પાર્કમાં વિતાવ્યો એક દિવસ

{ શરદ ગુપ્તા. દૂધવા

વીસવર્ષની સુલોચના રાય છેલ્લા દસ દિવસથી રોજ સવારે સાડા ચાર વાગે ઉઠવા લાગી છે,જો કે તે સમયે અહીંનુ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું હોય છે. ભારત-નેપાલ સરહદે ચંદન ચોકી સ્થિત પોતાના ઘેર ભોજન રાંધી તે સાડા વાગ્યા સુધીમાં પંદર કિલોમાટર દૂર આવેલા દૂધવા નેશનલ પાર્ક પહોંચી જાય છે. ટૂરિસ્ટોની સાથે સાત વાગે તેણે પણ પાર્કની અંદર જવાનું હોય છે. દૂધ‌વામાં પંદર નવેમ્બરથી સુલોચના સાથે ચાર અન્ય છોકરીઓએ પણ ટ્રેઇની ગાઇડ તરીકે કામ શરૂ કર્યુ છે.તેઓ કોઇ ટાઇગર રિઝર્વમાં દેશની પહેલી મહિલા ફોરેસ્ટ ગાઇડ છે. તેમાંની ત્રણ અત્યંત પછાત થારૂ આદિવાસી જનજાતિની છે. સાંજની પાળી પૂરી કરી તેઓ આઠ વાગ્યા સુધીમાં ઘેર પહોંચે છે.

18 વર્ષની શનીફા ખઆન ચાલીસ કિલોમીટર દૂર મૈલાનીથી આવે છે.બીએ સેકન્ડ ઇયરમાં ભણી રહી છે. ભાઇ બાઇક પર લેવા અને મૂકવા આવે છે. પણ જંગલ સાથે પ્રેમના કારણે તે કામમાં લાગી છે. લગભગ બસ્સો ઉમેદવારોમાંથી પસંદ કરવામાં આવી છે. તેમને પાળી દીઠ માત્ર 300 રૂપિયા મળે છે. તેના જણાવ્યા પ્રમાણે-રોજ કામ મળે તે જરૂરી નથી. ત્યારે તો ભાડુ પણ ગજવામાંથી જાય છે.માત્ર વિકેન્ડમાં વધારે ટૂરિસ્ટો આવે છે. પાર્કના ગેટથી કોઇ કસાયેલા ગાઇડની જેમ સુલોચના જણાવવું શરૂ કરે છે- દૂધવા નેશનલ પાર્ક 680 ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલો છે.

ટાઇગર રિઝર્વમાં પ્રથમ આદિવાસી મહિલા ગાઇડ