• Gujarati News
  • ‘અનબ્રોકન’ બનાવીને નિરાશામાંથી બહાર આવેલી એન્જેલિના જોલી

‘અનબ્રોકન’ બનાવીને નિરાશામાંથી બહાર આવેલી એન્જેલિના જોલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેપટોપ પર વૃદ્ધ એથલિટની ફિલ્મ બતાવી

લુઇસજેંપેરિનીનો જન્મ 1971માં ઇટાલીથી અમેરિકા આવેલા માતા-પિતાને ત્યાં થયો હતો. મોટા થઇને તેઓ એથલિટ બન્યા. જ્યારે તેઓ અમેરિકાની ઓલિમ્પિક ટીમના ભાગ બન્યા તો માત્ર 19 વર્ષના હતા. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે પેસિફિક ક્ષેત્રમાં લડાયક વિમાનોથી બોમ્બ ફેંક્યા. 1943માં તેમના વિમાનને તોડી પાડવામાં આવ્યું. તેઓ ઓપન બોટમાં 47 દિવસ સુધી ખતરનાક માછલીઓ અને વરસાદ વચ્ચે સમુદ્રમાં ભટકતા રહ્યા. ગમે તેમ કરીને તેઓ માર્શલ ટાપુએ પહોંચ્યા તો જાપાની સૈનિકોએ તેમને પકડી લીધા. તેમને ભારે ત્રાસ આપવામાં આવ્યો, ભારે મુશ્કેલીથી જીવ બચ્યો. તેમને માનવીય પ્રયાસો અને જીવવાનું ઉદાહરણ માનવામાં આવે છે.

જેંપેરિનીની વાર્તા એટલા માટે બતાવવામાં આવી કે હવે હોલિવૂડ અભિનેત્રી એન્જેલિના જોલીએ તેમના પર ‘અનબ્રોકન’ ફિલ્મ બનાવી છે. ફિલ્મ 25મી ડિસેમ્બરે રિલીઝ થશે. જેક ઓ’ કોનેલ નામના ઓછા જાણીતા બ્રિટિશ એક્ટરે જેંપેરિનીની ભૂમિકા ભજવી છે. એન્જેલિનાને જેંપેરિનીની વાર્તા કદાચ એટલા માટે પસંદ આવી કે તેમનું જીવન પણ એવા ઉતાર-ચડાવ ભરેલું રહ્યું છે. બી-ગ્રેડ અભિનેત્રીથી ઓસ્કાર વિજેતા અને ત્યાર પછી સૌથી મોંઘી સ્ટાર (2009, 2011 અને 2013માં ફોર્બ્સની યાદીમાં ટોપ પર રહી હતી.) શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એમ્બેસડર તરીકે તેમની યાત્રાઓનો અનુભવ હચમચાવી નાખનારો હતો. તેઓ કહે છે ‘આ યાત્રાઓથી નિરાશાજનક અનુભવ મળ્યો અને પછી લુઇસનું ઉદાહરણ સામે હતું.

જેંપેરિનીનું ચાલુવર્ષે જુલાઇમાં 97 વર્ષની વયે નિધન થયું પરંતુ પહેલા એન્જેલિના તેમની સાથે લાંબો સમય પસાર કરી ચૂકી હતી. એટલું નહીં તેણે લેપટોપ પર ફિલ્મનો અમુક ભાગ હોસ્પિટલમાં દાખલ જેંપેરિનીને પણ દેખાડ્યો. એન્જેલિનાએ જણાવ્યું ‘મને લાગ્યું તેઓ ટીકા કરશે પરંતુ તેઓ એવા વ્યક્તિ લાગી રહ્યા હતા, જે પોતાના જીવનને ફરી એક વાર જોઇ રહ્યા હોય. બહુ અદભુત પળ હતી. ફિલ્મ બનાવવાનું ત્યારે સાર્થક થઇ ગયું.’ લારા હિલેનબ્રાંડે જેંપેરિનીની બાયોગ્રાફી લખી છે. ફિલ્મ બાયોગ્રાફી પર આધારિત છે. તેઓ કહે છે એન્જેલિનાનું ઝીણવટ પર એટલું ધ્યાન કે 1937ના ઓલિમ્પિકનું દ્રશ્ય હતું તો પાત્રોને તેણે જમાનાના જૂતા પહેરાવીને દોડાવ્યા. જેનાથી તેમને તકલીફ થઇ રહી હતી. એન્જેલિનાઅે કહ્યું હું માતા હોત તો પ્રથમ દોડ પછી કહેતી રહેવા દો પરંતુ ડાયરેક્ટરની ભૂમિકામાં મેં કહ્યું, વધુ પાંચ વાર કરીએ!’

રિવ્યૂ |