• Gujarati News
  • { ઓક્ટોબર 2014માં પરીક્ષા આપનાર વિદ્યાર્થી અરજી કરે તો ઉત્તરવહી આરટીઆઇ મારફત આપવી પડશે

{ ઓક્ટોબર 2014માં પરીક્ષા આપનાર વિદ્યાર્થી અરજી કરે તો ઉત્તરવહી આરટીઆઇ મારફત આપવી પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ઓક્ટોબર 2014માં પરીક્ષા આપનાર વિદ્યાર્થી અરજી કરે તો ઉત્તરવહી આરટીઆઇ મારફત આપવી પડશે



સૌરાષ્ટ્રયુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવેથી એસેસમેન્ટ થયેલી ઉત્તરવહી રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ માગી શકશે. કોઇપણ વિદ્યાર્થી અરજી કરશે તો તેને આરટીઆઇના કાયદા મુજબ યુનિવર્સિટીના સત્તાધીશોએ એસેસમેન્ટ થયેલી ઉત્તરવહી આપવી પડશે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ધીરેન પંડ્યાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓને એસેસમેન્ટ થયેલી ઉત્તરવહી આપવાનો યુનિવર્સિટીમાં કાયદો હતો તેમજ સિન્ડિકેટમાં ઠરાવ પણ થયો હતો, પરંતુ થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અનુસાર ઓક્ટોબર 2014 પછી કોઇપણ વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પોતાને અન્યાય થયો હોવા અંગે અથવા તો કોઇ બાબતની શંકા હોય તો આરટીઆઇ મુજબ અરજી કરશે તો તેઓને એસેસમેન્ટ કરાયેલી ઉત્તરવહી (પેપર ચકાસણી કરનાર અધ્યાપકનું નામ આપ્યા વિના) આપવી પડશે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દેશની વડી અદાલતના ચુકાદા મુજબ અમલવારી શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં અંદાજે 3 વિદ્યાર્થીઓએ આરટીઆઇ મુજબ પોતાની એસેસમેન્ટ થયેલી ઉત્તરવહી માગી પણ હતી.