• Gujarati News
  • નાગૌરના રાયધનુ ગામમાં ડીજેની ધૂન પર જુવારનો પાક લણતા મજૂરો.

નાગૌરના રાયધનુ ગામમાં ડીજેની ધૂન પર જુવારનો પાક લણતા મજૂરો.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગૌરના રાયધનુ ગામમાં ડીજેની ધૂન પર જુવારનો પાક લણતા મજૂરો.

ભાસ્કર ન્યૂઝ. નાગૌર

પશ્ચિમરાજસ્થાનના નાગૌરની આસપાસના જિલ્લાઓમાં હવે મજૂરો પાક લણતા પહેલા સ્પષ્ટ શરત મૂકે છે કે જો ખેતરમાં ડીજે વાગશે તો તેઓ કામ કરશે અને પાક લણશે. ડીજે પર લોકદેવતા વીર જેજાજી અને બાબા રામદેવના ભજન સાંભળ્યા વગર તેઓ કામ નથી કરતા. તેની પાછળ મજૂરોનો તર્ક છે કે જ્યાં સુધી ઊંચા અવાજ વાળા ગીતો તેમને સાંભળવા મળે ત્યાં સુધી તેમના હાથ બરાબર ચાલતા નથી. તેમના માટે પૈસા કરતા ઝડતી સંગીતનું મહત્વ વધુ છે.

રાયધનુ વિસ્તારના જયપાલ બસવાનાએ જણાવ્યું હતું કે, મજૂરો ડીજે વગર કામ નથી કરતા. તેઓ મજૂરીના પૈસામાં બાંધછોડ કરવા તૈયાર છે પરંતુ ડીજેમાં નહીં. કારણે રોજ લણવાનો ખર્ચ 6થી 8 હજાર રૂપિયા વધી ગયો છે પરંતુ પાક લણવો જરૂરી છે. નાગૌર જિલ્લામાં ડીજોની 150થી વધુ પાર્ટી છે જે મોટાભાગે ખેતરોમાં વ્યસ્ત રહે છે.

ખૈરાજરામ જણાવે છે કે, ડીજેની ડિમાન્ડથી ખેતીમાં લણણીનો ખર્ચ વધ્યો છે. ડીજે પાર્ટી માટે ખેતરના માલિકે એક દિવસના 6થી 8 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. મજૂરોનું મહેનતાણું અલગ હોય છે. જે દરેક મજૂરને 300થી 400 રૂપિયા આપવું પડે છે. હાઈકોર્ટે ઊંચા અવાજે સંગીત પર કડક વલણ અપનાવ્યું છે છતાં પણ જિલ્લા અને આસપાસના ગામના ખેતરોમાં ડીજે જોવા મળે છે.

અહીં પહેલાથી પ્રતિબંધ હોવાથી તંત્રની મંજૂરીની જરૂર પણ પડતી નથી માટે ખેતર માલિકો સંબંધિત કર્મચારીઓને હજારો રૂપિયા ચૂકવીને વચલો માર્ગ અપનાવે છે. માત્ર ડીજે નહીં પરંતુ મજૂરોની માંગણીને ધ્યાનમાં રાખીને ખેતર માલિકે તેમને રહેવાની અને ખાવા સહિત વિવિધ વ્યવસ્થા કરવી પડે છે.

વિચિત્ર શરત : ડીજે વાગશે તો પાક લણીશું

નવો ટ્રેન્ડ

ખેતરોમાં જતાં પહેલાં મજૂરો શરત મૂકે છે, લણવામાં 6થી 8 હજાર રૂપિયા ખર્ચ વધ્યો