તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પીપળલગમાં મહિલાએ ભુલથી ફીનાઇલ પી લીધું

પીપળલગમાં મહિલાએ ભુલથી ફીનાઇલ પી લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંડલાના યુવકે ઘેનના ટીકડા ખાઇ લીધા

અમરેલીતાલુકાના પીપળલગ ગામમાં રહેતા રમીલાબેન કિશોરભાઇ શેખા (ઉ.વ.30) નામની મહિલાએ બે દિવસ પહેલા તેના 6 વર્ષના પુત્ર ભાર્ગવની પાસે તરસ લાગતા પાણી બોટલ માંગેલ હતી. પરંતુ ભાર્ગવે ભુલથી ફ્રીજમાં પાણીની બોટલની બાજુમાં પડેલી ફીનાઇલની બોટલ આપી હતી. ફીનાઇલની બોટલમાંથી મહિલા ફીનાઇલ પી જતા ઝેરી અસર થઇ હતી. બાદ મહિલાને સારવાર માટે અમરેલી સીવીલે ખસેડવામાં આવી હતી. અહી તેની સારવાર ચાલી રહી છે. બારામાં અમરેલી રૂરલ પોલીસ મથકમાં જાહેર થતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

જયારે અન્ય એક બનાવમાં સાવરકુંડલામા રહેતા એક યુવાનને છેલ્લા 2 માસથી ચીકનગુનીયાનો તાવ આવતો હતો. તાવના લીધે યુવાનને ઉંઘ નહિ આવતી હોવાથી આજે યુવાને ભુલથી ઘેનના ટીકડા ખાઇ લેતા તેને ઝેરી અસર થઇ હતી. બાદ યુવાનને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...