લાંચથી ખરડાયેલી...
પરીક્ષાઅને ત્યારબાદ પરિણામ જાહેર કરવાની કવાયત પણ ચાલુ રાખતાં વિભાગ સામે પણ છાંટા ઊડ્યા હતા પરંતુ આખરે વિભાગે ભરતી રદ કરી છે. મહેસૂલી તલાટીઓની ભરતી માટે મહેસૂલ વિભાગ દ્વારા ગત જાન્યુઆરી 2014માં જાહેરાત આપવામાં આવી હતી અને 16 ફેબ્રુઆરી 2014ના રોજ પરીક્ષા પણ લેવાઈ હતી જેમાં પાંચ લાખથી પણ વધુ ઉમેદવારો બેઠા હતા. પરંતુ પરીક્ષાની આગલી રાત્રે ગાંધીનગર એલસીબીએ ગાંધીનગરમાં કરિયર એકેડેમી ચલાવતા કલ્યાણસિંહ ચંપાવતના ઘરે દરોડા પડ્યા હતા. ત્યાંથી એક કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી હતી. સંચાલકે મહેસૂલી તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા ઉમેદવાર પાસેથી દસ દસ લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. કલ્યાણસિંહ ચંપાવત ભાજપના નેતાઓ સાથે સંબંધ ધરાવતો હોવાનો રાજકીય વિવાદ પણ થયો હતો. પોલીસ તપાસમાં તેના એજન્ટો અને વચેટિયાઓની ધરપકડ પણ કરાઈ હતી. આટલું મોટું કૌભાંડ બહાર આવવા છતાં મહેસૂલ વિભાગે પરીક્ષા ચાલુ રાખી હતી અને તેનું પરિણામ પણ જાહેર કરાયું હતું. 1500ની જગ્યા સામે 7500 જેટલા ઉમેદવારોની યાદી તૈયાર કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. પરંતુ તેમાં પણ એક પરિવારના પાંચથી સભ્યો ઉત્તીર્ણ થવાની ઘટના સામે આવતા નવો વિવાદ સર્જાયો હતો. અનેક વિવાદોમાં સપડાયેલી પરીક્ષામાંથી આખરે મહેસૂલ વિભાગે પોતાના હાથ ખંખેરી નાંખ્યા છે.
ભુલાવડી,કુહા...
પોતાનાસંતાનોને ઘરે લઈ ગયા. અહીં ચોથા ધોરણમાં ભણતા પુત્રના પિતા રમેશભાઈ ઠાકોરે તો વ્યથા ઠાલવી કે, મુખ્યત્વે પુરુષવર્ગ આખી રાત જાગતો રહેતા દિવસે કામ કરવાનું બંધ થયું, ખેતી, નોકરી રોજગાર બંધ થઈ ગયા છે. ગમે ત્યારે ગમે તે વાતો આવે તો અમે દોડતા થઈ જઈએ છીએ. આશ્ચર્યની વાત છે કે, તમામ ગામવાસીઓ કબૂલે છે કે, અમે માત્ર વાતો સાંભળી છે, કોઈને જોયા કે પકડ્યા નથી. છતાં ભયનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કણભાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી પી વાઘેલા જો કે સહમત નથી. તેઓ કહે છે કે, પહેલા દિવસથી યોગ્ય પોલીસ બંદોબસ્ત હતો. હવે તો નિયમિત પોલીસ પેટ્રોલિંગ, ગામસમિતિઓ, તેની સાથે બેઠકો, એસઆરપીની પોસ્ટ વગેરે શરૂ થઈ જતાં બધું થાળે પડી ગયું છે.આટલા દિવસ પછી પણ ગામવાસીઓ દહેશતમાં રહેતા કોંગ્રેસે પણ આમાં ઝંપલાવ્યું છે. વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આની પાછળ ‘રાજકીય આતંકવાદ’ જવાબદાર હોવાનો આક્ષેપ કરી ગામવાસીઓને સામેલ કરી ગ્રામ સુરક્ષા સમિતિઓ તૈયાર કરવા સરકાર જો પહેલ નહીં કરે તો કોંગ્રેસ સોમવારથી શરૂ કરશે. અમદાવાદ ગ્રામ્યના એસપી નિર્લિપ્ત રાયે પોલીસનો એક્શન પ્લાન ગોઠવાઈ ગયો હોવાનું અને સ્થિતિ સામાન્ય થઈ હોવાનું કહ્યું છે. જ્યારે અમદાવાદના પોલીસ કમિશ્નરે અફવાઓ નહીં ફેલાવવા અને તેને ધ્યાને લેવા અપીલ કરી છે. છતાં, માત્ર અફવાને નજરઅંદાજ કરી નક્કર પગલાં ભરવામાં પોલીસ અને તંત્રની ઉદાસીનતાથી કેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેનો તાદૃશ દાખલો છે, જેના પરથી સરકાર કોઈ પાઠ ભણશે કે નહીં તે તો આવનાર સમય કહેશે.
વાજપેયીએકહ્યું હતું...
સામેનાજંગ મુદ્દે ભાજપની પ્રતિબદ્ધતા સામે સવાલ ઉઠાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે ભાજપે રાષ્ટ્રવાદનું મહોરૂ પહેરી રાખ્યુ છે. પાર્ટીના પ્રવક્તા અજય કુમારે વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કરતા કહ્યું કે,‘ દુલાતે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું માનવુ હતું કે તેઓ 2004ની સામાન્ય ચૂંટણીઓ ગુજરાત હિંસાના કારણે હારી ગયા હતા. તેમણે સ્પષ્ટ રીતે 2002ની તે શરમજનક ઘટનાને વખોડી હતી.
પાર્ટી પ્રવક્તાએ કહ્યું હતું કે તે વાજપેયી હતાં જેમણે મોદીને રાજધર્મના પાલનની સલાહ આપી હતી.તેમણે સવાલ કર્યો હતો કે શું નરેન્દ્ર મોદી ભારત રત્નના શબ્દોને સન્માન આપીને 2002નાં તોફાનો માટે દેશની માફી માગશેω તેમણે કહ્યુ હતું કે ‘રો’નાં પૂર્વ પ્રમુખે કરેલા દાવાએ કેટલીક તકલીફજનક વાતો સામે લાવી મુકી છે. કોંગ્રેસે દુલાતે કરેલા અન્ય દાવાઓ મુદ્દે પણ ભાજપ પર હુમલા કર્યા હતા. જોકે, ભાજપે પણ હુમલાનો તાકિદે જવાબ આપ્યો હતો. ભાજપે ગુજરાતના કોમી રમખાણોને સંપૂર્ણ પણે અસંગત ગણાવતા કોંગ્રેસ પર સામો આરોપ લગાવતા કહ્યું હતું કે વિપક્ષી પાર્ટી પોતાના રાજકિય અસ્તિત્વને ટકાવી રાખવા માટે મુદ્દો ઉઠાવી રહી છે. ભાજપે માગ કરી હતી કે તે વડાપ્રધાન મોદીની પ્રમાણિકતા સામે સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસ તેમની માફી માગે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એમ.જે.અકબરે કહ્યું હતું કે તમામ કોર્ટે તોફાનોમાં મોદીની ભૂમિકાની તપાસ કરી હતી અને તેમની વિરૂદ્ધ કાંઇ મળ્યુ નથી. તેમણે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટી પાસે જ્યારે બોલવા-કહેવા માટે કાંઇ નથી હોતું, ત્યારે તે 2002નો મુદ્દો ઉખાડે છે.
વિમાનઅપહરણ વિશે : 1999માંજ્યારે એર ઇન્ડિયાના વિમાનનું અપહરણ થયું ત્યારે તેને મુક્ત કરવા સામે આતંકવાદીઓને ચોડવાનો જે નિર્ણય લેવામાં આવ્યો તેની સામે જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લાએ તેનો વિરોધ કર્યો હતો. માટેની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અબ્દુલ્લાએ તેમની સામે મોટા અવાજે બોલાચાલી કરી હતી. અને રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા.
હિઝબુલનાવડાના પુત્ર માટે મેડિકલ બેઠક : હિઝબુલનાવડા સલાહુદ્દીન તેમના પુત્ર માટે મેડિકલ કોલેજમાં સીટ મેળવવા માગતા હતા. માટે સૈયદે સ્થાનિક ગુપ્તચર વડા કેએમ સિંઘનો સંપર્ક કર્યો હતો. ત્રાસવાદીઓ સરેન્ડર કરે તે માટે માગણી સ્વીકારવા ફારૂક અબ્દુલ્લા તૈયાર થઈ ગયા હતા. તે સમયે ફારૂક અબ્દુલ્લા કાશ્મીરના મુખ્યમંત્રી હતા.
ફારૂખનેરાષ્ટ્રપતિ બનાવવાની યોજના હતી : દુલતેએમ પણ જણાવ્યું હતું કે વર્ષ 2002માં ફારૂખ અબ્દુલ્લાને રાષ્ટ્રપતિ બનાવવાની અને ઓમર અબ્દુલ્લાને રાજ્યના મુખ્યપ્રધાન બનાવવાની યોજના હતી.
દફતરનાભારથી...
ઉંમરનાબાળકો હાડકાંનાં રોગના ભોગ બન્યા છે. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ કોલાબાવાલાએ એમ પણ જણાવ્યું હતું કે બાળકોને રોજ શાળામાં બધા વિષયો ભણાવવામાં આવે છે માટે તેમણે રોજ વધારે નોટો અને ચોપડીઓ લઈને શાળાએ આવવું પડે છે. આવા ટાઇમટેબલમાં ફેરફાર કરવો જોઇએ.
ગામડાંમાંમહિલાઓને...
ઈન્ટરનેટનાલાભ મારફત મહિલાઓના સશક્તિકરણ માટે ટાટા ટ્રસ્ટ અને ગૂગલ ઈન્ડિયા દ્વારા આજે ‘ઈન્ટરનેટ સાથી’ નામનો વિશેષ કાર્યક્રમ શરૂ કરાયો છે. કાર્યક્રમ હેઠળ ટાટા સન્સ લિ.ના ચેરમેન એમિરાટ્સ રતન ટાા અને અન્ય અગ્રણીઓના હસ્તે એક વિશિષ્ટ ઈન્ટરનેટ સાઈકલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટાટા ટ્રસ્ટ્સ અને ગૂગલ ઈંડિયા વતી શુક્રવારે ‘ઈન્ટરનેટ સાથી’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ભારતની ગ્રામીણ મહિલાઓને અને તેમના સમુદાયોને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અને તેમના દૈનિક જીવનમાં તેના થકી લાભ મેળવી શકે તે માટે સક્ષમ કરવામાં આવશે. સંયુક્ત પહેલનો હેતુ ગ્રામીણ મહિલાઓ ઓનલાઈન થવામાં પાછળ રહી જવાથી વધુ હાંસિયામાં ધકેલાઈ જવાના જોખમને દૂર કરીને તેમને સમાજમાં અને વિશ્વમાં સમાન સ્તરે લાવવાનો છે.
‘ઈન્ટરનેટ સાથી’ પહેલ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘ડિજિટલ ઈન્ડિયા વિઝન’ની નજીક લાવશે. શુભારંભ પ્રસંગે ટાટા ટ્રસ્ટસના ચેરમેન રતન ટાટા ઉપસ્થિત રહ્યા હતા. પહેલ દ્વારા મહિલાઓને ઈન્ટરનેટના ઉપયોગ અને લાભની પાયાની તાલીમ અપાશે. માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ઈન્ટરનેટ સાઈકલ કાર્ટની સહાયથી ગામડાંઓની મુલાકાત લેવાશે, જેનાથી મહિલાઓ ઈન્ટરનેટનો સહેલાઈથી ઉપયોગ કરી શકશે અને તેમાંથી વધુ શીખી શકશે.
પહેલની શરૂઆત ગુજરાત, રાજસ્થાન અને ઝારખંડથી કરવામાં આવશે. ત્યાર બાદ સંપૂર્ણ દેશને કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે. કાર્યક્રમ હેઠળ આગામી 18 મહિનામાં તેનાં દ્વારા 4,500 ગામડાંઓ અને 5 લાખ મહિલા અને ગ્રામીણ સમુદાયો સુધી પહોંચવામાં આવશે. ઈન્ટરનેટ કાર્ટ ગામડાંમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ માટે ચારથી મહિનાના સમયગાળા સુધી ઉપલબ્ધ રહેશે. તેનાથી ગામડાના લોકોમાં ઈન્ટરનેટ અંગે જાગૃતિ નિર્માણ કરવામાં આવશે અને મહિલાઓ ઈન્ટરનેટનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકે તેટલો આત્મવિશ્વાસ મેળવી શકે તે માટે જરૂરી તાલીમ આપવામાં આવશે. કાર્ટ દ્વારા ત્રણ ગામડાંઓના જૂથની તાલીમ પૂર્ણ કરવામાં આવ્યા બાદ તેને અન્ય ત્રણ ગામડાંઓમાં તાલીમ માટે રવાના કરવામાં આવશે. આશરે 1000 વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી ઈન્ટરનેટ સાઈકલ કાર્ટનો તેમાં ઉપયોગ કરવામાં આવશે. એસએચજી ફેડરેશન્સ અને સ્થાનિક એનજીઓના સભ્યોનો ટ્રેઈનર્સ તરીકે સમાવેશ કરીને મહિલાઓને તાલીમ આપવામાં આવશે.
# પહેલાપાનાનું અનુસંધાન