- Gujarati News
- બનાસકાંઠામાં તસ્કરોનો તરખાટ: પાંચ દિવસમાં 5.14 લાખની ચોરી
બનાસકાંઠામાં તસ્કરોનો તરખાટ: પાંચ દિવસમાં 5.14 લાખની ચોરી
બનાસકાંઠામાંગૂનાખોરીનું પ્રમાણ વધી રહ્યું જેમાં લૂંટ, ચોરીના બનાવોએ તો જાણે માઝા મૂકી હોય તેમ જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇ આમ જનતામાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. થરાદ-ડીસા-વાવ પંથકમાં ચોરીના કુલ 8 બનાવોમાં ~ 5,14,500ની મત્તા ચોરી થવા પામી હતી. જ્યારે વાવ પથંકમાં છેલ્લા એક મહિનામાં 50 થી વધુ ચોરીની ઘટનાઓ બની છે પરંતુ એકપણ ચોરીનો ભેદ ઉકેલાતાં પ્રજાજનો દ્વારા આવા અસમાજીક તત્વોને પોલીસ તંત્ર દ્વારા વહેલાસર પકડી જિલ્લામાં બની રહેલી આવી ગૂનાખોરીઓને દામવામાં આવેલી તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
થરાદના ઇઢાટા ગામના શિવમંદીરના પુજારી નીલપુરી ચેહરપુરી ગૌસ્વામી ના ઘરે ગુરુવારની બપોરે તેમની પત્ની ગામમાં કથા સાંભળવા ગયેલ હતા અને પુજારી તથા બાળકો ...અનુસંધાનપાન 8
બનાસકાંઠામાં તસ્કરોનો તરખાટ
બહારહતાં.જેનો ફાયદો ઊઠાવી પડોશીના મકાનમાંથી ઉતરેલા તસ્કરોએ ઓરડામાં તાળાં તોડી પ્રવેશ કરી રૂ.૧,૪૦,૦૦૦ રોકડ અને સોના ચાંદીના દરદાગીના મળીને રૂ.૪,૫૦,૦૦૦ ની મત્તાની ચોરી કરી હતી. બનાવની પુજારીએ ગ્રામજનોને વાત કરતાં ધોળે દિવસે માત્ર બે કલાકમાં થયેલી ચારીમાં કોઇ જાણભેદુ હોવાનો શક ઉઠતાં ગ્રામજનોએ થરાદ પોલીસને રજુઆત કરી હતી.ત્યાર બાદ ગુરુવારની રાત્રે ગામમાં ફરીથી બીજા ચાર મકાનોના તાળાં તુટવા પામ્યાં હતાં.જેમાં ખેતરે રહેઠાણ ધરાવતા ગામના ઇસરાભાઇ જગસીભાઇ બારોટના ગામમાં આવેલા બંધ મકાનમાં રહેલી પતરાની પેટીઓના તાળાં તોડી સોનાચાંદીના ૩૦ હજાર રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી.
એજ રીતે ગામના શંકરભાઇ રૂપરાંમભાઇ બ્રાહ્મણ અને મોહનભાઇ રૂપરાંમભાઇ બ્રાહ્મણ ના ઘરનાં તાળાં પણ તુટવા પામ્યાં હતાં.આથી ભયભીત ગ્રામજનો બહોળી સંખ્યામાં સરપંચ સાથે પોલીસ મથકમાં દોડી આવ્યા હતાઅને રજુઆત કરતાં પીએસઆઇ કેપી ગામેતી સ્ટાફ સાથે દોડ્યા હતા.અને ઇસરાભાઇની ફરીયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.અને ડોગસ્કર્વોડ તથા એફએસએલની મદદ લઇ કોના ઘરમાંથી કેટલી ચોરી થઇ તેની માહીતી મેળવી વધું કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી ગ્રામજનોમાં ભય સાથે ફફડાટની લાગણી ફેલાવા પામી હતી.
વાવમાં સૂઇ રહલા વ્યક્તિના ખિસ્સામાંથી 4500ની ઉઠાંતરી
વાવમાંવધતી-જતીચોરીની ઘટનાઓથી આમ પ્રજામાં ભયની લાગણી વ્યાપી ગઇ છે. ત્યારે સોમવારે બે દુકાનોમાં ચોરી થયા બાદ ગુરુવારે રાત્રે તસ્કરોએ વધુ બે દુકાનોના તાળાં તોડી પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો હતો. ચાર રસ્તા ઉપર વિહાજી રાજપૂતની બે દુકાનના તાળાં તોડ્યા હતા. પરંતુ તેની બાજુમાં સુઇ રહેલા વિક્રમભાઇ રાજપૂતના શર્ટના ખિસ્સામાંથી રૂા. 4500 રોકડ તથા મોબાઇલ ચોરી કરી ગયા હતા.
ડીસાના રીજમેન્ટવિસ્તારમાં રહેતા કનુભાઇ રામાભાઇ પટેલ જલારામ મંદિર સામે વિમલ પારસ શોપિંગસેન્ટરમાં સિદ્ધી સ્વીટ માર્ટ નામની મીઠાઇ-ફરસાણની દુકાન ધરાવે છે. શુ્ક્રવારે સવારે દુકાનમાં તાળા તુટેલા જણાતા શટર ખોલી તપાસ કરતા અંદર કાઉન્ટરનુ તાળુ તુટેલુ હતું. દુકાનમાં સીસીટીવી કેમેરા લગાડેલા હોઇ તે ચેક કરતાં વહેલી સવારે ચાર વાગ્યે ચોરી કરી હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
ડીસાની મીઠાઇની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી
થરાદ તાલુકાના ઇઢાટા ગામમાં પાંચ મકાનોના તાળાં તુટતાં ગ્રામજનો શુ્કવારે પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તસ્કરોને ઝડપી લેવા રજૂઆત કરી હતી./વિષ્ણુદવે