• Gujarati News
  • પોરબંદરનાં યુવાને સગાઇ તુટતા એસિડ પી જીવન ટુંકાવ્યું \'તું

પોરબંદરનાં યુવાને સગાઇ તુટતા એસિડ પી જીવન ટુંકાવ્યું \'તું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનારવિપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને આજથી 20 દિવસ પૂર્વે એસિડ પી લેતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો અને ત્યાં પોલીસને તેણે એવું નિવેદન આપ્યું હતું કે “અજાણ્યા વ્યક્તિએ તેમને ચા માં એસિડ પીવડાવી દીધું છે” જો કે સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે. યુવાનના નિવેદનના પગલે પોલીસ ધંધે લાગી હતી. અંતે યુવાનની સગાઈ તૂટી ગયા બાદ ફરી નહીં થતી હોવાથી તેણે એસિડ પી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરનો અને છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરના રવિપાર્ક વિસ્તારમાં અનાજ-કરીયાણાની દુકાન ધરાવતા કેતન બાબુલાલ ભોગાયતા (ઉ. વર્ષ 24) નામના યુવાને ગત તા. 19 મી માર્ચના રોજ એસિડ પી લેતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સારવાર દરમિયાન તેમણે અમદાવાદ પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે અજાણ્યા વ્યક્તિએ તેમને ચા માં એસિડ પીવડાવી દીધું છે. નિવેદન બાદ પોરબંદર ઉદ્યોગનગર પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પ્રાથમિક તબક્કે એવી વિગતો બહાર આવી હતી કે યુવાનની સગાઈ થઈ હોય અને તે તૂટી ગયા બાદ ફરીથી સગાઈ નહીં થતી હોવાથી સતત ટેન્શનમાં રહેતો હતો આથી તેમણે એસિડ પી ને આપઘાત કરી લીધો છે. તેમ છતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.