• Gujarati News
  • મોદી કાશ્મીરના પૂરગ્રસ્તો સાથે દિવાળી ઉજવશે

મોદી કાશ્મીરના પૂરગ્રસ્તો સાથે દિવાળી ઉજવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. પીટીઆઇ.21 ઓક્ટોબર

કાશ્મીરનાપૂર અસરગ્રસ્ત લોકો પ્રતિ પોતાની સંવેદનાને વાચા આપતાં ગુરુવારે દિવાળીના દિવસે નરેન્દ્ર મોદી કાશ્મીર ખીણ પ્રદેશની મુલાકાત લેશે. ગયા મહિને આવેલા પૂરને કારણે ત્યાંની પ્રજા પીડાઇ રહી છે. પ્રધાનમંત્રી શ્રીનગર ખાતેના પોતાના રોકાણ દરમિયાન ખાસ પેકેજની જાહેરાત કરે તેવી પણ સંભાવના છે. પોતાના ટ્વીટર પરના માઇક્રો બ્લોગ પર નરેન્દ્ર મોદીએ દિવાળીના પોતાના આયોજન વિષે જાણકારી આપી હતી. ટ્વીટર પર તેમણે જણાવ્યું હતું કે 23 ઓક્ટોબરના રોજ તેઓ શ્રીનગર જશે અને પૂરથી અસરગ્રસ્ત ભાઇ-બહેનો સાથે દિવસ ગાળશે.

શ્રીનગરમાં તેઓ રાજભવન ખાતે વિવિધ પ્રતિનિધિમંડળને મળે તેવી પણ સંભાવના છે. તેમના શ્રીનગર આગમન પહેલાં મંત્રાલયોની એક ટીમ ત્યાં પહોંચી ચૂકી છે અને રાજ્યમાં તાજેતરમાં આવેલા પૂરથી થયેલા નુકસાનનો અંદાજ મેળવી રહી છે.

જમ્મુ -કાશ્મીરમાં પૂરે 285 લોકોનો ભોગ લીધો હતો. દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ મોદીના નિર્ણયને આવકારી ટીટ્વર પર તેમની પ્રસંશા કરી હતી.