• Gujarati News
  • ફડચામાં ગયેલી બેંકે 34,000 થાપણદારોને 65 કરોડ ચૂકવ્યા

ફડચામાં ગયેલી બેંકે 34,000 થાપણદારોને 65 કરોડ ચૂકવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની ટેક્સ્ટાઇલ માર્કેટો ઝગમગી, લાંભ પાંચમ સુધી નજારો જોવા મળશે

વડોદરામાં10 વર્ષ અગાઉ ફડચામાં આવેલી બરોડા પીપલ્સ કો.ઓ.બેંકે એક લાખ સુધીની થાપણ ધરાવતા કુલ 34,000 હજાર થાપણદારો તથા ખાતેદારોને 65 કરોડ ચૂકવ્યા છે. બેંક ફડચામાં ગયા બાદ ~ 1 લાખ સુધીની રકમના થાપણદારોને ક્લેઇમની રકમ ચૂકવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાતાં અત્યાર સુધીમાં કુલ 34,000 થાપણદારો-ખાતેદારોને ~65 કરોડની માતબર રકમ ચૂકવી દેવાઈ છે. જોકે અન્ય અંદાજે 13,000 જેટલાં થાપણદારો-ખાતેદારોના બેંકમાં લખાવાયેલા સરનામાં અધૂરાં હોવાથી તેમનો સંપર્ક થઈ શકતો નથી. ફડચા અધિકારીએ 7 દિવસમાં આવા થાપણદારોને પુરાવા રજૂ કરી ક્લેઇમ નોંધાવવા કહ્યું છે.

સુરતના રિંગરોડ વિસ્તારની ટેક્સટાઇલ માર્કેટનાં સંગઠનોએ વર્ષે પણ રિંગરોડની તમામ માર્કેટોને રોશનીથી ઝળહળતી કરી છે. વર્ષે વિવિધ માર્કેટ્સનાં સંગઠનોએ રોશની પાછળ એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે. રિંગરોડ પરનો નજારો લાભ પાંચમ સુધી જોવા મળશે. / ભાસ્કર