• Gujarati News
  • કોબડી પાસે રિક્ષા ટ્રક અથડાતાં બેનાં મોત

કોબડી પાસે રિક્ષા- ટ્રક અથડાતાં બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાકેટલાક સમયથી ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર અકસ્માતોની ઘટનામાં વધારો થતો જાય છે. ત્યારે આજે વધુ એક ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અને સાતથી વધુ વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોિસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે.

તળાજા રોડ પર કોબડી ગામ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે આજે સવારે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં તળાજા રોડ પર બે ગામ વચ્ચે મુસાફરોની હેરાફેરી કરતી પેસેન્જર રીક્ષા અને ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં રાઘુભાઈ કાનાભાઈ જાંબુચા (રહે.કરોડા, તા.ઘોઘા)નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત િનપજ્યું હતું. જ્યારે હીલુબેન પરસોત્તમભાઈ જાંબુચાને સારવાર્થે ભાવનગર ખસેડાતા હતા તે વખતે રસ્તામાં મોત િનપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં કરેડાથી જાંબુચા પરિવારનાં સ્નેહીજનો હોિસ્પટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનામાં 7થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર્થે હોિસ્પટલમાં ખસેડાયા હતા. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતની ઘટનાનાં પગલે નેશનલ હાઈવે પર ટ્રાિફક જામ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. અને ટ્રાફીક હળવો કર્યો હતો.

દરમિયાન દિવાળીના તહેવાર ટાણે બે વ્યક્તિના મૃત્યુ થયાના બનાવથી ખોબા જેવડા કોબડી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.