• Gujarati News
  • જિલ્લાના શિક્ષકોની દિવાળી બગડી!

જિલ્લાના શિક્ષકોની દિવાળી બગડી!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના શિક્ષકોની દિવાળી બગડી!

કેન્દ્રીય ચૂંટણીપંચે દિવાળી ટાણે મતદારયાદી સુધારણા અભિયાન હાથ ધરી છે અને સામાન્ય રીતે મતદારયાદી સુધારણા સહિતની કામગીરી શિક્ષકો પાસે કરાવાતી હોય છે. શિક્ષકોને બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ અપાતી હોય છે, પણ હવે લાગે છે કે, દિવાળીના તહેવારોમાં બહારગામ કે પરિવાર સાથે વતન જવાની તૈયારી કરી રહેલા જિલ્લાના ઘણા શિક્ષકોને મતદારયાદી નોંધણીને કારણે અટવાઈ જવું પડશે. અત્યારથી ઘણા બીએલઓ અભિયાન દરમિયાન પોતે હાજર હોવાથી તેમને મુક્તિ આપવા માટે ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂઆતો શરૂ થઈ ગઈ છે.