• Gujarati News
  • દર સેકન્ડે 3075 ડોલરનું પોર્નોગ્રાફી સાહિત્ય વેચાય છે!

દર સેકન્ડે 3075 ડોલરનું પોર્નોગ્રાફી સાહિત્ય વેચાય છે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌં

દર્ય અને યૌવન વેચવાના વ્યવસાય વિશે મારે દિવાળીના દિવસોમાં લખવું નહોતું પણ 29-9-2014ના લંડનના પ્રતિષ્ઠિત દૈનિક ‘ગાર્ડિયન’માં એક અંકમાં એક સાથે છ-છ લેખો પ્રોસ્ટીસ્યુટો અને ખાસ કરીને સારા ઘરની છોકરીઓ ઉચ્ચ શિક્ષણની ફી કાઢવા મા-બાપની જાણ સાથે(!) દેહ વેચે છે તે જાણ્યું ત્યારે મને લખવાનું મન થયું. વર્ષે 8.7 અબજ ડોલરનો વ્યવસાય 2013માં હતો તે હજી આગળ વધ્યો હશે. જો 2001માં જગતભરમાં સેક્સ વર્કરનો આંકડો 2થી 3 લાખનો ગણાય તો આજે કેટલો હશે?

બ્રાઝિલમાં દેહ વેચવાનો ધંધો ગેરકાનૂની નથી. તે લીગલ ધંધો છે. એટલી હદે કે સરકાર વેશ્યાઓ માટે અલગ સોશિયલ સિક્યુરીટીની આર્થિક વ્યવસ્થા કરી છે- છેક 2002થી. બ્રાઝિલમાં સેક્સ ટુરીઝમ પણ બાર વર્ષથી કાનૂની છે. હાલના બ્રાઝિલના પ્રમુખ દીલ્મા રોસેફે સેક્સ ટુરીઝમ ઉપર નામના અંકુશો મુકયા છે. આજની તારીખે અલગ અલગ જાતની અને વિકૃત સેક્સ હરકતો 300 (ત્રણસો) જાતની છે. તેની વેરાયટી શિષ્ટતા ખાતર લખતો નથી. બ્રાઝિલની પોલીસ પણ વેશ્યા પાર્લર ચલાવે છે. ચુવિત કામોલવીસીત નામના સંખ્યાબંધ બેંગકોકના મસાજ પાર્લરના માલિક જે ‘ગોડફાધર ઓફ પ્રોસ્ટીટ્યૂશન’ ગણાય છે તેઓ થાઈ પાર્લમેન્ટમાં 2005માં ચાર વર્ષ માટે સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવેલા અને તેની ગુસ્તાખી જોઈલો કે 2008માં બેંગકોકના ગવર્નરની ચૂંટણીમાં ઉભા રહેલા. સેક્સ પાર્લર ચલાવનાર સાંસદે કહ્યું કે મારો ધંધો સલામત ચાલે તે માટે રૂ. 9 કરોડ લાંચમાં આપેલા! 2003માં 200 જેટલા થાઈ પાર્લમેન્ટનાં સાંસદો વેશ્યાગૃહોમાંથી લાંચ કમાતા.

થાઈલેન્ડના એક સાંસદ નામે થીરાચાઈ સીરીખાને ‘નેશન’ નામના અખબારને કહ્યું કે, કોઈ મિસ્ટ્રેટ રાખે તો સરકારને હરકત નથી. માત્ર તેની પત્નીને સંપત્તિ મેળવી જોઈએ! ઈન્ટરનેશનલ માફીયા પણ અમેરિકા, બ્રિટન અને બ્રાઝિલમાં પોલીટીશ્યનો સાથે ભળેલા છે. થાઈલેન્ડમાં તો હોય જ. અમેરિકન ફેડરલ ગવર્નમેન્ટના છેલ્લા રિપોર્ટ પ્રમાણે ચાઈનીઝ માલિકોના બ્રોધેલ્સ અને કેસીનો (જુગારખાના) અને મનોરંજન ઉદ્યોગો પેકીંગથી વિસ્તરીને છેક બેંગકોક સુધી આવી ગયા છે. બીજીંગ (પેકીંગ) હું ગયો ત્યારે મારી ટુરીસ્ટ ગાઈડ એક ચીની છોકરી હતી. તે કહેતી કે મારા પતિને ખબર છે કે, હું રીતે કરું છું પણ મારી કમાણી હું મારી બેન્કમાં પતિની જાણ ખાતર રાખું છું. ‘ડીસ્પોઝેબલ પીપલ (ગર્લ્સ) ન્યુ સ્લેવરી ઈન ગ્લોબલ ઈકોનોમિ’ નામના પુસ્તકમાં લેખક કેવિન બેસ્લે લખ્યું છે કે, થાઈ-બુદ્ધિ