• Gujarati News
  • National
  • કેપલર ટેલિસ્કોપે 7 કલાકમાં 1 વર્ષ પૂરું કરતો ગ્રહ શોધ્યો

કેપલર ટેલિસ્કોપે 7 કલાકમાં 1 વર્ષ પૂરું કરતો ગ્રહ શોધ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૃથ્વીપર એક વર્ષમાં 365 દિવસ મતલબ કે 8,760 કલાક હોય છે પરંતુ કેપલર ટેલિસ્કોપે એક એવો ગ્રહ શોધી કાઢ્યો છે કે જ્યાં 7 કલાકમાં એક વર્ષ પૂરું થઇ જાય છે. કેપલર ટેલિસ્કોપે નવો શોધેલો ગ્રહ અવકાશનો સૌથી ઝડપી ગ્રહ ગણાય છે, કેમ કે તે 6.7 કલાકમાં સૂર્યની પરિક્રમા પૂરી કરી લે છે. ગ્રહનું નામ EPIC 246393474 બી રખાયું છે. કેપલર એક પ્લેનેટ હન્ટિંગ ટેલિસ્કોપ છે, જે અત્યાર સુધીમાં 2,300 ગ્રહ શોધી ચૂક્યું છે.

તેણે નવો ગ્રહ પૃથ્વીથી ખૂબ નજીક શોધ્યો છે અને તે પૃથ્વીથી લગભગ પાંચ ગણો મોટો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્ટેલર રેડિયેશનના કારણે ગ્રહનું વાતાવરણ માનવ વસવાટ માટે યોગ્ય નથી, જેથી તે પૃથ્વીથી નજીક હોવા છતાં ત્યાં માનવ વસવાટની તકો વિકસવાની શક્યતા નથી. જોકે, ગ્રહ પર એક દિવસ કેટલા કલાકનો હશે તે હજુ સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધીમાં માત્ર એટલું સ્પષ્ટ થયું છે કે અહીં એક વર્ષ 7 કલાકનું હશે. હાલ વૈજ્ઞાનિકો ગ્રહ અંગે વધુ રિસર્ચ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...