• Gujarati News
  • National
  • 72 વર્ષ પહેલાં રહસ્યમય બરમુડા ટ્રાયંગલમાં 27 અમેરિકનો સહિત 5 વિમાન લાપતા થયાં હતાં

72 વર્ષ પહેલાં રહસ્યમય બરમુડા ટ્રાયંગલમાં 27 અમેરિકનો સહિત 5 વિમાન લાપતા થયાં હતાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
72 વર્ષ પહેલાં રહસ્યમય બરમુડા ટ્રાયંગલમાં 27 અમેરિકનો સહિત 5 વિમાન લાપતા થયાં હતાં

1945માંઆજના દિવસે રહસ્યમય બરમુડા ટ્રાયંગલમાં અમેરિકાનાં પાંચ વિમાન ખોવાઇ ગયાં હતાં. પાંચેય અમેરિકી નેવી અવેન્જર વિમાનોએ ફ્લોરિડાના નેવલ સ્ટેશનથી રૂટીન ઉડાન ભરી હતી. તેમની ઉડાન માત્ર 3 કલાકની હતી. ઉડાન ભર્યાના બે કલાક બાદ ટીમનું નેતૃત્વ કરી રહેલા લીડરે જણાવ્યું કે તેમને કોઇ પણ કમ્પાસ પર વિમાનોની સ્થિતિ મળી રહી નથી. બાકીનાં વિમાનોમાં પણ સમસ્યા સર્જાઇ હતી. વધુ બે કલાક નીકળી ગયા. પછી ઉડાન ભરી રહેલી ટીમના લીડરનો સંદેશો સંભળાયો, જેમાં તેમને પોતાના બાકીના વિમાનચાલકોને વિમાનો છોડી દેવાનું કહેતા સાંભળવામાં આવ્યા હતા. ત્યારે એક એરક્રાફ્ટમાં ઇંધણ ખતમ થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...