• Gujarati News
  • National
  • શશી કપૂર એટલા શિસ્તબદ્ધ હતા કે ઘરના લોકો અંગ્રેજ કપૂર કહેતા

શશી કપૂર એટલા શિસ્તબદ્ધ હતા કે ઘરના લોકો અંગ્રેજ કપૂર કહેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શશીકપૂર તેમના જમાનાના સફળ સ્ટાર હતા. પડદા પર પણ તેમના વ્યક્તિત્વના અનેક પાસાં હતાં. આખો કપૂર પરિવાર તેમને ‘અંગ્રેજ કપૂર’ કહીને બોલાવતો હતો. તેનું કારણ હતું શશીની શિસ્ત. તે પોતે શિસ્તબદ્ધ રહેતા અને શિસ્ત પસંદ કરતા હતા. શશી ખૂબ કામ કરતા હતા. રાજ કપૂર તો કારણથી તેમને ‘ટેક્સી કપૂર’ કહીને બોલાવતા હતા. તે દિવસમાં 15-18 કલાક સુધી શૂટિંગ કરતા હતા. તેમના સ્ટારડમના દિવસોમાં તેમણે લીકથી હટીને ફિલ્મો બનાવવાની પણ યોજના બનાવી. તેમણે જુહૂમાં પૃથ્વી થિયેટર બનાવ્યું. નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અનુપમ ખેર જેવા કલાકારો થિયેટરમાં નાટક કરીને મોટા થયા અને આગળ વધ્યા. અન્ય એક રસપ્રદ કિસ્સો છે. શશી ‘પાપ અૌર પુણ્ય’ ફિલ્મમાં કામ કરતા હતા. તે એક દિવસ સેટ પર પહોંચ્યા તો જોયું કે એક દુબળો-પાતળો, લાંબો યુવાન હાથમાં ભાલો લઈને ઊભો છે. તે અમિતાભ બચ્ચન હતા. તે સમયમાં અમિતાભ સ્ટાર પણ નહોતા. નાના-મોટા રોલ કરતા હતા. શશીએ યુવાનને બોલાવ્યો અને કહ્યું, ‘તું સારો અભિનેતા છે. તારા માટે નાનુ-મોટું કામ શોભાસ્પદ ...અનુસંધાન પાના નં.4

નથી. અત્યારે તારો સંઘર્ષનો સમય ચાલી રહ્યો છે. શક્ય છે કે તને નાણાંનો અભાવ હોય. તું મારી ઓફિસે આવ. જો આર્થિક સમસ્યા હોય તો ઉકેલ લાવી શકાશે.’ અહીંથી બંનેની મિત્રતા થઈ. ભવિષ્યમાં બંનેએ સાથે અનેક યાદગાર ફિલ્મો કરી. અનેક ફિલ્મ નિર્માતાઓને પણ શશી કપૂરે મદદ કરી હતી. ખરેખર શશી મદદગાર માણસ હતા.

અન્ય સમાચારો પણ છે...