એજન્સી | વેલિંગ્ટન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી | વેલિંગ્ટન

વેસ્ટઇન્ડીઝના બીજા દાવમાં નાટકીય ધબડકો થતાં ન્યૂઝીલેન્ડે અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં એક દિવસ બાકી રાખીને એક ઇનિંગ્સ અને 67 રનથી વિજય મેળવી લીધો હતો. ચોથા દિવસે વિન્ડીઝે લંચ પછીની નવ ઓવરમાં માત્ર 33 રનનો ઉમેરો કરીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડે 9 વિકેટે 520 રનના જંગી સ્કોરે ઇનિંગ્સને ડિકલેર કર્યા બાદ પ્રવાસી ટીમને પ્રથમ દાવમાં 134 રનમાં સમેટી દીધી હતી. નિલ વેગનરને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો. ન્યૂઝીલેન્ડ બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી આગળ થયું છે. વિન્ડીઝે સોમવારે 2 વિકેટે 214 રનના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું, 386 રનના દેવાને ઓછામાં ઓછા નુકશાન પુરુ કરશે તેવી સંભાવના હતી. જોકે બ્રાથવેઇટ આઉટ થતાની સાથે વિન્ડીઝ બેકફૂટ ઉપર ધકેલાઇ ગયું હતું. બ્રાથવેઇટે 91 રન બનાવ્યા હતા. વિન્ડીઝે લંચ પહેલાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...