• Gujarati News
  • National
  • અત્યાર સુધી એક કેન્દ્ર પર બંને પરીક્ષા લેવાતી

અત્યાર સુધી એક કેન્દ્ર પર બંને પરીક્ષા લેવાતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.10-12ના પરીક્ષા કેન્દ્રો

વખતે અલગ અલગ રહેશે

ગુજરાતશિક્ષણ બોર્ડની માર્ચમાં લેવાનારી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા એક પરીક્ષા કેન્દ્ર પર નહીં યોજાતા અલગ અલગ કેન્દ્રો પર લેવાશે. માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આયોજન શરૂ કર્યું છે. નિર્ણયથી અત્યાર સુધી બંને પરીક્ષામાં જોડાયેલા શિક્ષકો પરથી કામનું ભારણ ઘટશે.

માર્ચ 2018માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવાશે. સુરત શહેર અને જિલ્લા મળી ધો.10-12માં અંદાજે 1.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સુરતના 14 ઝોનમાં 500થી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. અત્યાર સુધી એક કેન્દ્ર એટલે કે એક સ્કુલમાં બંને ધોરણની પરીક્ષા લેવાતી હતી પરંતુ વર્ષે એક પરીક્ષા કેન્દ્ર પર ધો.10 અને ધો.12ની બે પરીક્ષા નહીં લેવાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. ધો.10નો પરીક્ષાનો સમય સવારે 10.30 થી બપોરે 1.30 અને ધો.12નો બપોરે 3 થી સાંજે 6 વાગે સુધીનો હોય છે. એક પરીક્ષા કેન્દ્ર પર બે પરીક્ષા હોવાથી શિક્ષકો પર કામનું ભારણ સમગ્ર દિવસ રહેતું હતું. શિક્ષકોની રજૂઆતને ધ્યાનમાં લઇ વર્ષે બને ત્યાં સુધી એક પરીક્ષા કેન્દ્ર (શાળા)માં બે પરીક્ષા નહીં લેવાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...