• Gujarati News
  • બિગ બીની ભત્રીજી નૈનાના કૃણાલ કપૂર સાથે લગ્ન

બિગ બીની ભત્રીજી નૈનાના કૃણાલ કપૂર સાથે લગ્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડનાશહેનશાહ અમિતાભ બચ્ચને પોતાના પરિવારમાં નવા સભ્ય કૃણાલ કપૂરને આવકાર્યો છે. કૃણાલ કપૂરે બિગ બીની ભત્રીજી નૈના સાથે લગ્ન કરેલા છે. બે દિવસ પહેલાં યોજાયેલા એક ખાનગી સમારંભમાં અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈનાના બોલિવૂડ સ્ટાર કૃણાલ કપૂર સાથે લગ્ન થયાં હતાં. પ્રસંગે અમિતાભે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે, અમે આજે અન્ય લોકો સાથે ભેગા થયા છે, જે હવે અમારા પોતાના છે.એક-બીજા સાથે મળવાનો અને ભેગા થવાનો પવિત્ર અને અદભુત માર્ગ છે. શમિતાભના સ્ટારે પોતાના બ્લોગ પર નોંધ્યું હતું કે લગ્ન બે આત્માઓનું મિલન છે. તેમણે લખ્યું હતું કે, મારા માટે લગ્ન એટલે બે પરિવારોનું મિલન. મિલન લગ્ન કરતાં પણ વધારે મહાન અને પ્રશંસનીય છે. એવું બંધન છે જે મિલનને પવિત્ર બનાવે છે. નૈના પોતે વ્યવસાયે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. તે અમિતાભ બચ્ચનના નાના ભાઇ અજિતાભ અને રામોલા બચ્ચનની પુત્રી છે.