• Gujarati News
  • યુનિ.માં સ્પોર્ટ્સના સાધનો માટે ~4.85 કરોડની જોગવાઈ

યુનિ.માં સ્પોર્ટ્સના સાધનો માટે ~4.85 કરોડની જોગવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતયુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2015-16 દરમિયાન રમત-ગમત સહિતની વિવિધ પ્રકારની શૈક્ષણિક-માળખાકીય સવલતો ઉપલબ્ધ કરવા માટે કરવામાં આવનાર ખર્ચને આવરી લેતા બજેટને સિન્ડિકેટમાં રજૂ કરવા માટે શુક્રવારે મળેલી ફાઈનાન્સ કમિટીની બેઠકમાં મંજૂરી લેવામાં આવી છે. જેમાં રમત-ગમતની શિક્ષણ પ્રવૃત્તિ તેમજ તેને લગતા સાધનોના ખર્ચ માટે રૂ. 4.85 કરોડની જોગવાઈ કરાઈ છે. ખર્ચમાં નવા સિન્થેટિક સિડર ટ્રેક માટે રૂ. ચાર કરોડની નવી જોગવાઈ કરવામાં આવેલ છે. યુનિવર્સિટીના મેદાનની ફરતે દીવાલ તથા નવુ મકાન બનાવવા માટે રૂ. 1.50 લાખની નવી જોગવાઈ કરાઈ છે.